fbpx
અમરેલી

ચકલીઓ પરિવારનો એક ભાગ છે, ફળીયાનો કલબલાટ છે – ચંદુભાઈ સંઘાણી

વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ચાલો કરીએ તૈયારી
આપણા મકાનમા ચકલીનુ મકાન બનાવીએ..
ચણ અને માળો આપીએ..ચકલીને બચાવીએ, મોર–કાગડા પછી ચકલીનુ અસ્તિત્વ પણ જોખમમા
ચકલીના માળા નિ:શુલ્ક મેળવવા સંપર્ક કરો
પરિવારનો એક ભાગ અને ફળીયાનો કલબલાટ એટલે ચકલી. આજે વિશ્વ ચકલી દિવસે ચકલીના અસ્તિત્વ સામે જોખમો ઉભા થયા છે તેવા સમયે ‘વિશ્વ ચકલીદિન’ ની ઉજવણી માટે ખોખા , માટી કે, પ્લાસ્ટીકના ડબ્બાને છતમાં બાંધીએ જેથી ચકલી માળા માટે આકર્ષતિ થાય અને સાથો સાથ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કર્યાનુ ગૌરવપણ લઈ શકીએ. ચકલીની માવજત માટે સાર્વત્રીક પ્રયાસો ખુબજ જરૂરી છે. ગામડા–શહેરના કાચા મકાનોમા અને અભેરાઈએ ચકલી તેનો માળો આસાનીથી બનાવી શકતી હતી પરંતુ હવે સ્લેબવાળા મકાનોમા આવી જગ્યા ન હોવાથી ચકલી માળો કરી શકતી નથી. ખેતિ પાકોની જીવાત ચકલીનો ખોરાક હોવાથી ખેતિપાકનુ રક્ષણ કરતી ચકલી રાત્રીના સમયે ગામડા–ગામે મકાનમા બનાવેલ માળામા આવતી–જતી, હવે ખુબ ઓછી જોવા મળે છે તે સામે જાગૃતિ અનિવાર્ય છે તેમ વિશ્વ ચકલી દિવસ અંતર્ગત જીલ્લા બેંકના મેનેજીંગ ડીરેકટર અને પર્યાવણરવિદ્ ચંદુભાઈ સંઘાણીએ જણાવેલ છે સાથોસાથ નિ:શુલ્ક માળા મેળવવા સંઘાણી શરાફી મંડળી,કેરીયા રોડ,અમરેલી (૦ર૭૯ર – રર૧૧૯૧) ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.


વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપ ચકલીના જતન માટે આપણે સૌ પ્રયાસ કરીએ જેમા માળા માટે ખોખા મુકીએ, ઘરના આંગણે પાણીનુ કુંડુ તથા ચણ મુકીએ જેથી ચકલી ઘરઆંગણે આવવા પ્રેરીત બનેશે. ચકલી માનવ જાતનું સૌથી જુનું અને પારિવારીક પક્ષિ છે તેમની સુરક્ષા, સંવર્ધન અને ફળીયા સુધી લાવવા નિરંતર સક્રિય પ્રયાસ કરીએ તેમ વિશ્વ ચકલી દિવસ અંતર્ગત ચંદુભાઈ સંઘાણીએ જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/