fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના વન વિસ્તારમા કોઈ આગ લાગી નથી: વન વિભાગની સ્પષ્ટતા 

હાલ પ્રાથમિક દ્રષ્ટીએ વન્યપ્રાણીને નુકશાન થયેલ હોય એમ જણાતુ નથી¤ખાંભા તાલુકાના નાનુડી ગામના લાપાળા ડુંગર વિસ્તાર ખાનગી માલીકીની જમીનો અને ભાડ ગામ રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાની માહિતી મળતા વન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી*******નાયબ વન સંરક્ષક ગીર (પૂર્વ) વન વિભાગ,ધારી દ્વારા જણાવાયાનુસાર તા.૧૮/૦૩/૨૦૨૨ના બપોરના સુમારે ખાંભા તાલુકાના નાનુડી ગામના રેવન્યુ સર્વે નં,લાપાળા ડુંગર વિસ્તાર ખાનગી માલીકીની જમીનો અને ભાડ ગામ રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાની માહીતી મળી હતી.આ તમામ વિસ્તારો ગીર (પુર્વે) વન વિભાગની તુ.શ્યામ રેન્જની રેવન્યુ બીટના વિસ્તારો અને સા.કુંડલા રેન્જના મતિયાળા અભ્યારણ્યને અડીને આવેલ હોઈ જીલ્લા વહીવટી તંત્ર દવારા વન વિભાગને આ કામગીરીમાં સાંકળવામાં આવેલ, આ કામગીરી તાત્કાલીક ગીર (પુર્વે) વન વિભાગની તમામ રેન્જ સ્ટાફ,શેત્રુજી વન્યપ્રાણી વિભાગની રાજુલા,જાફરાબાદ,લીલીયા,અને જેસર રેન્જના સ્ટાફ અને અમરેલી સામાજીક વનીકરણ વિભાગની સા.કુંડલા રેન્જના તમામ સ્ટાફ કુલ મળી ૩૦૦ ની સંખ્યામાં હાજર રહેલ હતા. 
આ કામગીરીમાં કુલ ૧૦ જેટલી ટ્રેકર, શ્રમયોગી, અને વન્યપ્રાણી મિત્ર અને ગાર્ડ,ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીને જોડી ટીમો બનાવેલ હતી.આ કામગીરીમાં સ્ટાફ દવારા કાઉન્ડર ફાયર,બ્લોવર,ફાયર બોલ અને અન્ય પરંપરાગત પધ્ધતિઓનો ઉપયોગ કરી અંદાજીત ૨૩૦ હેકટર જેટલા વિસ્તારમાં ૪ કિ.મી મીતીયાળા અભ્યારણ્યની બોર્ડર પર આ દવ પારપત કરવા સફળતા મેળવી હતી. અને દવને મીતીયાળા અભ્યારણ્યમાં પ્રવેશતો અટકાવી વન્યપ્રાણીઓની સુરક્ષા કરવામાં આવી હતી. 
આ તમામ કામગીરી જીલ્લા વહીવટ તંત્ર તરફથી કલેકટરશ્રી, ફાયર સ્ટેશન ઓફીસર,અને પી.એસ.આઇ.ખાંભા સ્થળ પર હાજર રહેલ હતા.જીલ્લા વહીવટી તંત્રના આદેશાનુસાર ફાયર સ્ટેશનના કુલ ૧૦ વાહનો પણ તૈનાત કરવામાં આવેલ હતા.આગ પારપત કરવાની કામગીરી પુર્ણ કર્યા બાદ વન્યપાણી મિત્રો, શ્રમયોગી,મજુર,ગાર્ડ,અને ફોરેસ્ટરની અલગ અલગ ટીમો બનાવી અસરગ્રસ્ત વિસ્તારની વન્યપ્રાણીની સ્થિતિ અન્વયે હેલ્થ મોનીટરીંગ માટે સ્કેનીંગ કામગીરી હાથ ઘરવામાં આવી છે. 
હાલ પ્રાથમિક દ્રષ્ટીએ વન્યપ્રાણીને નુકશાન થયેલ હોય એમ જણાતુ નથી. તેમ છતા વધુ વિગતવાર માહીતી આ વિસ્તારનું સ્કેનિગ પુર્ણ થયા બાદજ જાણી શકાય એમ છે તેમ વધુમા જણાવાયુ છે**********

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/