fbpx
અમરેલી

લાઠી તાલુકાના ટોડા ગામે વિદેશી દારુ ૧૭૩૯ બોટલ પકડી પાડતી લાઠી પોલીસ

અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ટોડા ગામે મોટા જથ્થામા ભારતીય બનાવટનો વિદેશી દારુ પકડી પાડતી લાઠી પોલીસ ની ટીમ
અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબનાઓએ પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવુતી કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે નાયબ અધીક્ષક શ્રી જે પી ભંડારી સાહેબ તથા સી.પી.આઈ. શ્રી જે ડી ડાંગરવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ ટીમે લાઠી તાલુકાના ટોડા ગામે થી ટેમ્પો ટ્રાવેલર ગાડીમા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરતા વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢવામા સફળતા મળેલ છે.બનાવની હકિકત એવી છે કે આ કામના આારોપીઓએ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુથી, ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના હવાલા વાળી ફોર્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલર ગાડીમા ગુપ્ત ચોર ખાના બનાવી તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂની હેરા-ફેરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામા રાખી, હેરા-ફેરી કરતા રેઇડ દરમ્યાન નાસી જઇ ગુનો કરેલ છે

પકડાયેલ મુદામાલ
ભારતીય બનાવાટના વિદેશી દારૂની કંપની રીંગપેક કુલ બોટલ -૧૭૩૯, કિં.રૂા.૫,૪૦,૯૬૦/- તથા ફોર્સ કંપનીની ટ્રાવેલર જેના રજી.નં. GJ.05.BT.0530, કિં.રૂા.૪,૦૦,૦૦૦/- તથા હીરોહોન્ડા કંપનીની સ્પેલન્ડર પ્લસ કંપનીની જેના રજી નંબર GJ.03.DA.2666 ની હોય જેની કિ.રૂ ૧૫,૦૦૦/- તથા સ્પેલન્ડર પ્લસ મો.સા જેના રજી નંબર GJ.14.AC.6588 ની હોય જેની કિ.રૂ.૧૫,૦૦૦/- તથા એક સેમસંગ કપંનીનો એન્ડ્રોઈડ મોબઈલ કિ. રૂ. ૫૦૦૦/- તથા પાકીટ તથા તમામ ડોકયુમેન્ટની કિ.રૂ.૦૦/૦૦ તથા રૂ.૧૦ ના દરની નોટ નંગ-૪ કૂલ કિ.રૂ.૪૦ મળી કુલ કિં.રૂા.૯,૭૬,૦૦૦/- નો મુદ્દામાલ સ્થળ પર રાખી રેઇડ દરમ્યાન નાસી ગુન્હો કરેલ

નાસી ગયેલ આરોપીઓઃ-૧) ઉમેશભાઇ ભરતભાઇ ઝાપડીયા,.૨) નિકુંજ ઉર્ફે ભલો હંસરાજભાઇ ઝાપડીયા રે. બંન્ને ટોડા.૩) જીગ્નેશભાઇ ભીમાભાઇ મેર રે. દેરડી

સદરહું આરોપી નં ૧, ૨, ૩ વાળાને પકડવા અંગેની તપાસ તજવીજ હાલ શરુ છે

આમ, લાઠી પો સબ ઇન્સ જે પી ગઢવી તથા લાઠી પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. કમલેશભાઈ મહેશભાઈ વાઢેર તથા એ.એસ.આઈ શક્તિસિંહ કેસરીસિંહ ગોહીલ તથા એ.એસ.આઈ. સંજયભાઈ જીલુભાઈ કટારીયા તથા હેડ કોન્સ. હીંમતભાઇ કાનજીભાઇ મકવાણા તથા હેડ કોન્સ. અશ્વિનભાઇ પુંજાભાઇ ડેર તથા પો.કોન્સ. હિંમતભાઈ ગેલાભાઈ પરમાર તથા પો.કોન્સ. ઘનશ્યામભાઈ પ્રવિણભાઈ ખાટરીયા લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમા દારુ-જુગાર ને નેસ્તોનાબુદ કરવા સફળ પ્રયાસો કરી સફળતા મેળવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/