fbpx
અમરેલી

સાંપ્રત યુદ્ધની પરિસ્થિતિમાં મધ્યસ્થીની ભૂમિકામાં રહી વિશ્વમાં શાંતિ સંદેશો ફેલાવવા અંગે નરેન્દ્રભાઈ મોદીને અમરેલીના પ્રાધ્યાપક જે.એમ.તલાવીયાએ પત્ર પાઠવ્યો

અમરેલી : સાંપ્રત યુદ્ધની પરિસ્થિતિમાં મધ્યસ્થીની ભૂમિકામાં રહી વિશ્વમાં શાંતિ સંદેશો ફેલાવવા અંગે નરેન્દ્રભાઈ મોદીને અમરેલીના પ્રાધ્યાપક જે.એમ.તલાવીયાએ પત્ર પાઠવ્યો છે. તેમણે પાત્રમાં જણાવ્યું છે કે
યુક્રેન – રશિયા યુદ્ધના ૪૫ દિવસો વીત્યા છે. દુનિયાના ઘણા દેશો સીધી કે આડકતરી રીતે બંને દેશોને મદદ કરી રહયા છે. આપણી જરૂરિયાત પ્રમાણે સસ્તું ખાતર, ગેસ, પેટ્રોલ – ડીઝલ રશિયા પાસેથી ખરીદવાનો આપનો નિર્ણય સ્તુત્ય છે. આપણી ન્યુટ્રલ ભૂમિકા પણ આવકારદાયક છે.
આપ વિશ્વના હિત માટે શાંતિ દૂત બની યુક્રેન – રશિયાને યુદ્ધ સમાપ્તિની અપીલ કરો તેવી લાગણી છે. સર્વત્ર વિનાશ જોવા મળ્યો છે. દુનિયા ભરની આગામી પેઢીને મોંઘવારીનો માર સહન કરવો પડશે. લોકોની માનસિકતા વિધવનસક બનશે. આ યુદ્ધની દુરોગામી અસરો બિહામણી હશે.
 ભારત વર્ષ હમેશા શાંતિને અનુસર્યું છે. ગૌતમ બુદ્ધ જેવી પ્રતિભાની દુનિયાને ભારતે અમૂલ્ય ભેટ આપી છે ત્યારે  સાંપ્રત પરિસ્થિતિમાં આપણી ભૂમિકા શાંતિ પ્રિય દેશ તરીકેની પ્રસ્થાપિત થાય તે માટે સાનુકૂળ વૈશ્વિક વાતાવરણ છે.

પાર્ટી લેવલે દરેક નગરમાં ‘ STOP WAR – SAVE WOURLD ‘ , ‘ BELIEVE IN PEACE ‘ , ‘ PEACE IS ULTIMATE DESTINATION ‘ જેવા બેનરો/પોસ્ટરો સાથે કાર્યકર્તાઓ પ્રદર્શન કરે તેવું આયોજન હિતાવહ છે.
આ અંગે આપ સકારાત્મક ભૂમિકા ભજવો તેવી મહદઅંશે સૌની લાગણી છે. પ્રા.જે.એમ.તલાવીયાએ  શ્રી જે.પી.નદ્ધા જી, માનનિય અધ્યક્ષશ્રી રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી – ન્યુ દિલ્હી. અને શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા જી, માનનિય કેન્દ્રીય મંત્રીશ્રી, ભારત સરકાર – ન્યુ દિલ્હી ને પણ પત્ર પાઠવી જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/