fbpx
અમરેલી

અમરેલીના સાવરકુંડલાના કૉંગ્રેસી ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં નવતર રીતે પ્રચાર શરૂ કરવામાં આવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી શક્યતાઓ છે. તેની વચ્ચે અમરેલીના સાવરકુંડલાના કૉંગ્રેસી ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં નવતર રીતે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જો કે, પ્રચારમાંથી કૉંગ્રેસનો સિમ્બોલ ગાયબ થઈ જતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ મામલે પ્રતાપ દુધાતે કહ્યું હતું કે, સિમ્બોલ વગર પ્રચાર કરવો ગુનો નથી.

‘હું લડ્યો છું તમારા માટે તમે લડો મારા માટે’
સાવરકુંડલાના કૉંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા હાલ પોતાના મત વિસ્તારમાં ભીંતસૂત્રોના માધ્યમથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ‘હું લડ્યો છું તમારા માટે તમે લડો મારા માટે, તમારો પ્રતાપ દુધાત’નું લખાણ લખી લોકો સુધી જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો કે, આ લખાણમાંથી કૉંગ્રેસનો સિમ્બોલ કે ધારાસભ્ય તરીકેની ઓળખ દૂર કરી દેવાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

પ્રતાપ દુધાતે કહ્યું હતું કે, સિમ્બોલ વગર ચૂંટણી પ્રચાર કરવો ગુનો નોંધી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી હું પ્રજા માટે લડ્યો છું હવે પ્રજા મારા માટે લડે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ પ્રતાપ દુધાતની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી હતી. ત્યારે હવે આ પ્રકારના પ્રચારને લઈ આ અટકળો વધુ તેજ બની છે.

અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠક પર વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રતાપ દુધાતની ભાજપના કમલેશ કાનાણી સામે જીત થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/