fbpx
અમરેલી

અમરેલીના મોટા-આંકડીયા ગામે સમસ્તી સોળગામ બાવીશી પરિવાર દ્વારા કુળદેવી મંદિર ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અમરેલીના મોટા-આંકડીયા ગામેસમસ્તી સોળગામ બાવીશી પરિવાર દ્વારા કુળદેવી મંદિર ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.વતનના રતનનું સન્માાન,રકતદાન શિબિર,કારગિલ હિરો દીગેન્દ્ર્કુમારના પ્રવચન,શહિદ વંદના સન્માન,ભવ્ય‍ લોકડાયરા સહિતના કાર્યક્રમો સહિત વિવિધતાસભર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.
સૌ.યુનિ.ના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી, જી.એલ.એસ.ના કુલપતિ ભાલચંદ્ર જોષી સહિતના વતનના રતન ઉપસ્થિત રહયાં.અમરેલી જિલ્લા તથા તાલુકાના મોટા આંકડીયા ગામે સમસ્ત સોળગામ બાવીશી પરિવારના કુળદેવી આઈશ્રી ખોડિયાર માતાજીના નૂતન-મંદિરના ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ભકિત તથા રાષ્ટ્ર ભકિત સાથે થયું હતુ. ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીના ભાગસ્વરૂપે મા-બાપને ભુલશો નહીં નાટક, વતનના રતનનું સન્માન,મેગા-રકતદાન શિબિર,કારગિલ-હીરો દિગેન્દ્ર કુમારનું પ્રવચન,શહિદોના માતા-પિતાના સન્માન સહ શહિદ વંદના,ભવ્ય લોકડાયરો સહિતના વિવિધ પ્રસંગો સાથે સમસ્ત્ આંકડીયા ગામ ધુમાડાબંધ મહાપ્રસાદ સાથે ગુજરાતના સોળગામ બાવીશી પરિવાર સહપરિવાર ઉપસ્થિુત રહયો હતો. આ પ્રસંગે મંદિર નિર્માણ,પ્રતિષ્ઠા મહોત્સવના પાટલાના મુખ્સ યજમાનશ્રીઓ ગેટના દાતાશ્રીઓ મુખ્ય દાતાશ્રીઓ,ભૂમિદાતાશ્રીઓ તથા મહોત્સવને સફળ બનાવનાર મોટા આંકડીયા ગામના તમામ પરિવારના ત્રણસો(૩૦૦) સ્વટયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત મહેમાનો સૌ.યુનિ.ના કુલપતિશ્રી ડો.ગિરીશભીમાણી,જીએલએસ-અમદાવાદના કુલપતિશ્રી ડો.ભાલચંદ્ર જોષી,કિરણ ખોખાણી,કુ.ચાર્મી,ડો.દિગેન્દ્રુકુમાર,ભરતભાઈ બાવીશી તથા પ્રાઘ્યાપક હરેશભાઈ બાવીશીએ પ્રતિષ્ઠાના માઘ્યમથી સંગઠન તથા રાષ્ટ્ર્ભાવના મજબુત થાય તેની પર ભારમુકયો હતો. સમસ્ત સોળગામ બાવીશી પરિવાર દ્વારા આયોજિત કુળદેવી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા વિમલભાઈ બાવીશી,સરપંચ રમેશભાઈ બાવીશી,સરપંચ રમેશભાઈ બાવીશી,પૂર્વ સરપંચ સી.પી.બાવીશી તથા મોટો આંકડીયા ગામના તમામ પરિવારના કુલ ચૌદ(૧૪)સ્વાયંસેવકોની ટીમના ત્રણસો (૩૦૦) સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/