fbpx
અમરેલી

કાશ્મીરી સફરજન હવે અમરેલીના લાઠીમાં પણ ખેતી કરાશે ઉદ્યોગ પતિ સવજી ધોળકિયાએ અનોખો અખતરો પોતાના વતનમાં કર્યો છે

આ વૃક્ષોનું થઈ રહેલું વાવેતર કોઈ સામાન્ય વૃક્ષોનું નથી પરંતુ અહીં થઈ રહ્યું છે કાશ્મીરી સફરજનનું વાવેતર…..એ પણ એક બે નહીં પરંતુ 6 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે……કાશ્મીરી સફરજન હવે અમરેલીના લાઠીમાં પણ ખેતી કરાશે ઉદ્યોગ પતિ સવજી ધોળકિયાએ અનોખો અખતરો પોતાના વતનમાં કર્યો છે પદ્મ શ્રી સવજી ધોળકિયાએ 12 એપ્રિલે પોતાના 60માં જન્મદિવસની ઉજવણી કરી હતી. સવજી ધોળકિયા પોતાનો જન્મ દિવસ દર વર્ષે અનોખી રીતે ઉજવતા હોય છે. આ વખતે પદ્મ શ્રી સવજી ધોળકિયાએ અમરેલીના લાઠીમાં 6000 વૃક્ષો વાવવાનું પ્રણ લીધુ હતું અને એ પણ કાશ્મીરી સફરજન જેથી ખુબ અનોખી પહેલ તેમના દ્વારા કરવામાં આવી છે.સવજી ધોળકિયાએ 6000 સફરજનના વૃક્ષ વાવવાનું બિડુ ઝડપ્યુ છે. ગુજરાતમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સફરજનના વૃક્ષ વાવવામાં આવ્યા છે. કાશ્મીરના ઠંડા પ્રદેશમાં મોટા ભાગે જોવા મળતા સફરજન થોડા સમય પછી અમરેલીના લાઠીમાં જોવા મળે તો નવાઇ નહી લાગે. 6000 વૃક્ષો વાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સવજી ધોળકિયાના આ પ્રયાસને લોકોએ બિરદાવ્યો હતો.

સવજી ધોળકિયાએ 6000 વૃક્ષો વાવવાની સાથે પોતાના જન્મદિવસે તેનું જતન કરવાનું પણ નક્કી કર્યુ છે.મોટા ભાગે સફરજન ઠંડા પ્રદેશમાં થતા હોય છે પરંતુ અનોખી જાત હવે લાઠીમાં તૈયાર થશે ગુજરાતમાં સૌપ્રથમ ઘટના છે જેમાં 6000 જેટલા સફરજનના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તમે વિચારતા હશોકે લાઠીના દુધાળા નજીકના સવજી ધોળકિયાના ફાર્મ પર કઈ રીતે ઉગશે પરંતુ આ પોસિબલ કરવા મોટું આયોજન અને તનતોડ મહેનત કરવામાં આવી છે કારણ કે ધોળકિયાના ફાર્મ પરના આંબાવાડીમાં અલગ-અલગ જગ્યાઓ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે બંને બાજુથી ઠંડુ વાતાવરણ મળી રહે અને પાસેના તળાવમાંથી પાણી હોવાથી તળમાં પણ પાણી છે જેથી લોકોને ફાયદો મળી શકે તે માટે આ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે 

આ સફરજની જાતની વિશેષ જાત કાશ્મીરથી ઈમ્પોર્ટ કરવામાં આવી છે અને આ હાઈબ્રીડ સફરજનની વિકસાવવામાં આવે જાત છે 42 જેટલા ડિગ્રીના તાપમાન સુધી આ સફરજન વૃક્ષમાં આવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેથી શિયાળા અને ઉનાળામાં પણ આ જાતના સફરજનનો ટેસ્ટ મળે તો નવાઈ નહિ પાછી આ જાતના સફરજન ખુબજ ટેસ્ટી અને ફાયદા કારક હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે જ કાશ્મીરથી ઈમ્પોર્ટ કરવામાં આવેલા આ સ્પેશિયલ સફરજનની જાત ગુજરાતના વાતાવરણને અનુકૂળ હોવાનું માની અને આ અખતરો કરવામાં આવ્યો છે.જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પ્રવાસીઓની અવર જવર વધી છે. હવે કાશ્મીરના સફરજનની ખેતી ગુજરાતમાં પણ જોવા મળશે અને મેક ઈન ઇન્ડિયા અંતર્ગત ઉદ્યોગપતિઓ પણ કાશ્મીરમાંથી ખરીદી અને ઉદ્યોગોમાં રસ ધરાવતા થયા છે તેવામાં કાશ્મીરી સફરજન હવે ગુજરાતમાં મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/