fbpx
અમરેલી

કોગ્રેંસે કમ્મર તોડ કરવેરા રૂપી પાપનો ઘડો ભાજપ ઉપર ફોડવા
હાલ સુફયાણી વાતો કરી શહેરની દોઢ લાખની જનતાને ગુમરાહ કરી રહેલ છે

અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસનાં શાષનકાળ ર૦૧૮ દરમ્યાન શહેરની દોઢ લાખની જનતા
ઉપર કમ્મરતોડ વેરાં વધારો કરવાનો ઠરાવ કરી સરકારમાં દરખાસ્ત પણ મંજુર કરાવી લેવામાં આવેલ
હતી બાદમાં નવા નાણાકીય વર્ષમાં શહેરની જનતાએ કોગ્રેંસને ધોબી પછાડ આપી ભાજપને સતાનાં
સુત્રો સોંપેલ હતા ભાજપે નગરપાલિકામાં સતાનાં સુત્રો સંભાળતાની સાથે જ કોગ્રેંસે વધારેલ કમ્મર તોડ
વેરા વધારો સ્થગિત કરેલ હતો. ત્યારે કોગ્રેંસે કમ્મર તોડ કરવેરા રૂપી પાપનો ઘડો ભાજપ ઉપર ફોડવા
હાલ સુફયાણી વાતો કરી શહેરની દોઢ લાખની જનતાને ગુમરાહ કરી રહેલ છે.

અમરેલી નગરપાલિકામાં હાલ એક વર્ષથી ભાજપનું શાષન છે. ફકત એક જ વર્ષમાં ભાજપની
ટીમે મુકેશભાઈ સંઘાણીનાં નેતૃત્વમાં વર્ણથંભી વિકાસ યાત્રાને અવીરત આગળ ધપાવેલ છે ત્યારે હાલ
કોગે્રંસનાં ધારા સભ્ય, નેતાઓ, આગેવાનો, પદાધિકારીઓ દ્વારા નગરપાલિકામાં પોતાના શાષનકાળ
દરમ્યાન વધારવામાં આવેલ કરવેરાની કુકરી ભાજપ ઉપર ફોડવાની વેતરણ કરી શહેરજનોને ગુમરાહ
કરી રહેલ છે. જે અંગે નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતિ મનિષાબેન સંજયભાઈ ( ચંદુભાઈ ) રામાણી અને
કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા એ જણાવેલ હતુ કે કોગ્રેંસ શાષીત પાલિકામાં ગત તા.
૦૭/૦૯/ર૦૧૮ થી શહેરીજનો ઉપર કમ્મરતોડ વેરો વધારવાનો ઠરાવ કરી આ વેરા વધારાની અમલવારી
અર્થે સરકારમાં દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે દરખાસ્ત અંગે તા. ર૩/૭/ર૦ર૦ થી નગરપાલિકા
કમિશ્નર દ્વારા નવા વેરાની મંજુરી આપવામાં આવેલ હતી. મંજુર થયેલ નવાં વેરાની તા. ર૩/૭/ર૦ર૦
થી જ અમલવારી કરવાની હતી. પરંતુ નગરપાલિકાની ચુંટણી ને ધ્યાને લઈ શહેરીજનોનાં આક્રોષનો
ભોગ ન બનવુ પડે તે માટે કોંગ્રેસ દ્વારા કમ્મરતોડ વેરા વધારો કરવામાં આવેલ ન હતો પરંતુ વેરા
વધારાની અમલવારી નવા નાણાકીય વર્ષ ર૦ર૧/રર માં સરકારનાં આદેશ મુજબ કરવાની હતી. ત્યારે
ચુંટણીમાં ભાજપનો જળ હળતો વિજય થયેલ હતો. નગરપાલિકામાં ભાજપે સતાનાં સુત્રો સંભાળતાની
સાથે જ કોગ્રેસનાં કમ્મરતોડ કરવેરા ને મુલત્વી રાખવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નગરજનોએ
ભાજપ ઉપર વિશ્વાસ મુકી ખોબલે ખોબલે મત આપેલ હતા. જે વિશ્વાસને ટકાવી રાખવા અને
કોગ્રેસની શહેરીજનો ઉપર અકલ્પનિય વેરા વધારવાની નિતિ સામે પ્રાદેશિક કમિશ્નરશ્રી ને દરખાસ્ત
કરવામાં આવેલ હતી. જે દરખાસ્તમાં કમિશ્નર દ્વારા એક વર્ષ વેરો મુલત્વી રાખવાની મંજુરી આપેલ
હતી. ર૦ર૧/રર નું નાણાકીય વર્ષ પુરુ થતાં કમિશ્નરશ્રીનાં આદેશ મુજબ કોગ્રેંસ દ્વારા લાદવામાં આવેલ
વેરા વધારાની અમલવારી વર્ષ ર૦રર–ર૩ માં ન કરવા અંગે હાલ કમિશ્નરશ્રીને તા. ર૧/૩/ર૦રર નાં
રોજ ભાજપ શાષિત નગરપાલિકા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે.

કોગ્રેંસનાં શાષનમાં કરવામાં આવેલ કમ્મર તોડ કરવેરા વધારો મુલત્વી રાખવા ભાજપ
શાષિત પાલિકા કમર કસી રહેલ છે. ત્યારે કોગ્રેંસના જ મહાનુભાવો પાતોનાં દોષનાં ટોપલો ભાજપ
ઉપર ઓઢાડવા હવાતીયા મારી રહેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/