fbpx
અમરેલી

અમરેલીના પીપળવામાં માતાજીના માંડવામાં કોંગ્રેસના ૩ ધારાસભ્યોએ નોટોનો વરસાદ કર્યો

અમરેલીના લિલિયા તાલુકાના પીપળવા ગામે બે દિવસ પહેલાં આહીર સમાજ દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું, જેમા કોંગ્રેસના ૩ ધારાસભ્યા દ્વારા રૂપિયાની છોળો ઉડાડવામા આવી હતી. એનો વીડિયો વાઇરલ થતાં લોકોમા ખાસ્સી ચર્ચા છે. કોંગ્રેસના આ ધારાસભ્યો હાલમા સતા પક્ષમા નથી અને અવારનવાર પોતાને સતાધારી પક્ષના લોકો જેટલા સધ્ધર ગણાવતા નથી. વિપક્ષના પુર્વ નેતા પરેશ ધાનાણી તો પોતાને જાહેરમા જ ગરીબ ધારાસભ્ય અને બીપીએલ ધારાસભ્ય તરીકે ઓળખાવે છે. પરંતુ માતાજીના માંડવામા રૂપિયાની થોકડીઓ ઉડાડવામા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ કોઇ કચાસ રાખી ન હતી. આહિર સમાજ યોજીત આ માંડવામા ધારાસભ્ય પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી ઉપરાંત અંબરીશ ડેર અને અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ ધારાસભ્યોએ એકબીજાના માથા પરથી રકમ ઉતારી હવામા ઉડાવી હતી. હાલમા ત્રણેય ધારાસભ્યો નોટો ઉડાડતા હોય તેવો વિડીયો વહેતો થયો છે. ધાર્મિક પ્રસંગોએ આ રીતે રકમ ઉડાડવાનો રીવાજ છે. તેમા કંઇ ખોટુ નથી. આ રકમ ધાર્મિક કાર્યો માટે જતી હોવાથી અહી નોટો ઉડાડી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/