fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી અને અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સંકલનમાં રહી એક નાગરિકનું હોન્ડા કંપનીનું એકટીવા મોટર સાયકલ શોધી આપ્યું


અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.વી.જાધવ સાહેબ તથા ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે.એમ.કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.


તા.૨૬/૦૪/૨૦૨૨ ના રોજ અમરેલી શહેરના નાગરીક શ્રી હાર્દિકભાઇ ચંદ્રેશભાઇ રાવલ રહે.કલ્યાણનગર,લાઠી રોડ,અમરેલીનાઓ અમરેલી SBI બેંક નાગનાથ બ્રાન્ચ સામે પોતાની એકટીવા મોટર સાયકલ GJ-14 AE 0197 મુકી પોતાના કામ સબબ ઝેરોક્ષ કરાવવા ગયેલ હતા. તે દરમ્યાન પરત આવતા પોતાની માલીકીનું મોટર સાયકલ જે  જગ્યાએ પાર્ક કરેલ હતુ. ત્યાં જોવામાં ન આવતા, ગુમ થયેલ હોવાનું જણાતા હાર્દિકભાઇએ તુર્તજ આ બાબતે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમરેલી સીટી પોલીસ સ્ટાફ તેમજ અમરેલી ‘‘નેત્રમ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પોલીસ સ્ટાફ દ્વારા સંકલનમાં રહી અરજદારશ્રીનું ગુમ થયેલ એકટીવા GJ-14 AE 0197 બાબતે અમરેલી શહેરના સીસીટીવી કેમેરા મારફતે સર્વેલન્સ કરતા અરજદારશ્રી હાર્દિકભાઇનું એકટીવા GJ-14 AE 0197 કોઇ  અજાણ્યો વ્યકિત લઇને જતો રહેલ હોવાનું માલુમ પડેલ. આ બાબતે સીસીટીવી કેમેરા દ્વારા ટ્રેક કરી તેમજ પોલીસ દ્વારા પુછપરછ કરતા ભુલથી પોતાના મોટર સાયકલના બદલે અરજદારશ્રીનું  મોટર સાયકલ લઇ ગયેલ હોવાનુંજણાવેલ. 


આમ, ‘‘નેત્રમ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર, અમરેલી પોલીસ સ્ટાફ તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તાત્કાલીક અસરકારક કામગીરી કરી અરજદારશ્રીને ખરાઇ કરી  અરજદારશ્રીની માલીકીનું એકટીવા મોટર સાયકલ GJ-14 AE 0197 પરત અપાવી પ્રસશનીય કામગીરી કરેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/