fbpx
અમરેલી

અમરેલી  ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના નવા પ્રુમુખ  તરીકે બિલ્ડર્સ  અને સતાધારના ભક્તગણ એવા મનસુખભાઈ ગેડિયાની નિમણુંક



બહુમતી સભ્યો  દ્વારા  ટ્રસ્ટી મનસુખભાઈ ગેડિયાની   નિમણૂક  

કાર્યકારી  અધ્યક્ષ તરીકે હરજીવનભાઈ ટાંક ની નિમણુંક
સમાજના ઉપ પ્રમુખ તરીકે શ્રી મનસુખભાઈ ચૌહાણ

   ગઈકાલે અમરેલી શ્યામ વાડી ખાતે મળેલ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના  ટ્રસ્ટી મંડલ ની મીટીંગ માં  બહુમતિ  ટ્રસ્ટી ઓ દ્વારા નવા પ્રુમુખ તરીકે  મુળ અમરેલીના અને હાલ  મુંબઈ સ્થાયી થયેલા અને અમરેલી કડીયા  સમાજની વાડી  માં મહત્વનું યોગદાન આપનાર બિલ્ડર્સ અને સતાધાર ના ભક્તગણ એવા કડીયા સમાજ ના ભામાશાહ  દાનવીર એવા મનસુખભાઈ ગેડિયાની નિમણુંક કરવામાં આવીછે જ્યારે કાર્યકારી  અધ્યક્ષ તરીકે વહીવટી અનુભવ ધરાવતા નિવૃત્ત મામલતદાર કડીયા સમાજના સેવા ભેખધારી અને રાત દિવાસનો હોંકારોએવા હરજીવનભાઈ ટાંક ની નિમણુંક કરવામાં આવી છે અમરેલી કડીયા સમાજ ના ટ્રસ્ટી ઓ શ્રી હરજીવનભાઈ ટાંક શ્રી કેશુભાઈ ચાવડા શ્રી રવજીભાઈ કાચા શ્રી મનસુખભાઈ ગેડીયા શ્રી મનસુખભાઈ ચૌહાણ શ્રી રમણીકભાઈ મારૂ શ્રી જયેશભાઇ ટાંક શ્રી ભીખુભાઈ ટાંક શ્રી કૌશીકભાઈ ટાંક ની હાજરીમાં મળેલ આ મીટીંગમાં ટ્રસ્ટ ના નવા હોદેદારો ની પુનહરચના કરવામાં આવેલ છે જેમાં સમાજ ના પ્રમુખ તરીકે શ્રી મનસુખભાઈ ગેડીયા સમાજ ના કાર્યકારી અધ્યક્ષ તરીકે શ્રી હરજીવનભાઈ ટાંક સમાજના ઉપ પ્રમુખ તરીકે શ્રી મનસુખભાઈ ચૌહાણ સમાજ નાં મંત્રી તરીકે શ્રી કૌશીકભાઈ ટાંક અને સમાજના ખજાનચી તરીકે શ્રી રમણીકભાઈ મારૂ ની નીમણુક સર્વાનુમતે કરવામાં આવી તમામ હોદેદારો અને અમરેલી કડીયા સમાજ ના નવા વરાયેલા ટ્રસ્ટી મંડળે સતાધાર આપાગીગા ના દર્શન કર્યા અને મંહંત શ્રી વિજયબાપુ ના આશીર્વાદ મેળવ્યા  હતા  મનસુખભાઇ ના નિવાસસ્થાને આજરોજ   મીડિયા સાથે વાત કરતા પ્રુમુખ મનસુખ ભાઈ એ જણાવ્યું હતું કે સહુ ને સાથે લઈને ચાલવું છે કડીયા સમાજની સેવા વીકાસ એજ ગુરૂમંત્ર રહેશે સરળ સ્વભાવના શ્રી મનસુખભાઈ એ સમાજ માટે દિવસ રાત સાથે મળીને વડીલો ના માર્ગદર્શન સાથે યુવા આગેવાનો ને સમાજ ના વિકાસમાં  લાગી જવા આહવાન કર્યું હતું   કડીયા સમાજ  ના યુવા આગેવાનો  પત્રકાર હરેશ ટાંક તેમજ ચેતનભાઈ ચૌહાણ , એડવોકેટ કમલેશભાઈ સોલંકી , અનિલભાઈ આજુગિયા , જયેશભાઇ ભરડવા , બાબુભાઇ કલરવાળા , હરેશભાઇ ટાંક (ચકાભાઈ) વગેરે યુવા આગેવાનો એ નવનીયુક્ત હોદેદારો ને ફૂલ હાર પહેરાવીને ખુબ અભિનંદન જય આપાગીગા.અને શુભકામનાઓ પાઠવી હતી તેમ કડીયા સમાજના પ્રવક્તા હરેશ ટાંક ની એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/