fbpx
અમરેલી

લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ, DJBS ફાઉન્ડેશન તથા દર્શન આંખની હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન તથા બાળકો માટે આંખના વિનામુલ્યે ચેકઅપના કાયમી કાર્યક્રમ નો પ્રારંભ

અમરેલી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ, DJBS ફાઉન્ડેશન, શીતલ સેવા ટ્રસ્ટ તથા દર્શન આંખની હોસ્પિટલ દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલાની મદદ થી અમરેલી જિલ્લામાં ચક્ષુદાનની પ્રવૃત્તિ પ્રત્યે જાગૃતિ આવે તથા ચક્ષુદાન વેગવાન બને તે માટે ચક્ષુદાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના પ્રોજેક્ટ ચેરમેન મૃણાલભાઈ ગાંધીની દેખરેખ તથા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. 


આ તકે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ ના પ્રમુખ દિનેશભાઈ કાબરીયા, મંત્રી વિજયભાઈ વસાણી, ખજાનચી અરુણભાઈ ડેર તેમજ ઉપસ્થિત તમામ મેમ્બર્સે ચક્ષુદાન વસિયત ફોર્મ દ્વારા ચક્ષુદાન સંકલ્પ આપી અમરેલીમા ચક્ષુદાન ની પ્રવૃત્તિની શુભ શરૂઆત કરવામાં આવી હતી.


ચક્ષુદાન અભિયાની સાથોસાથ આંખના સુપર સ્પેશ્યાલિસ્ટ તથા દર્શન હોસ્પિટલ-અમરેલીના સંચાલક ડો. હરીશ ગાંધી દ્વારા સ્વ. ડો. પ્રબોધરાય સી. ગાંધીના સ્મરણાર્થે બાળકો માટે વિનામૂલ્યે આંખ ચેકઅપ માટે કાયમી કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના ૫ થી ૧૦ વર્ષની ઉંમરના બાળકો માટે વિનામૂલ્યે આંખની તપાસ, માર્ગદર્શન અને જરૂરિયાત મુજબ સારવાર હાથ ધરવામાં આવશે. ડો. હરીશ ગાંધીએ જણાવ્યું કે, ૫ થી ૧૦ વર્ષના બાળકોમાં ૭ થી ૧૦ ટકા સામાન્ય તકલીફ જોવા મળે છે અને સારવાર થાય તો મહત્તમ પરિણામ મળી શકે છે તે બાબતને કેન્દ્રમાં રાખી દર્શન હોસ્પિટલ-અમરેલી દ્વારા દર ગુરુવારે સવારે ૧૦ થી ૧૨ કલાક સુધી ૧૦ થી ૧૫ બાળકોનુ નિદાન, માર્ગદર્શન તથા સારવાર  કરવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે વોટ્સએપ નં.૯૯૭૮૧ ૩૪૦૦૬ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ કેમ્પની શરૂઆત બેરા મૂંગા સ્કૂલ ના બાળકોના નિદાન સાથે કરવામાં આવી હતી.


આ સમગ્ર કાર્યક્રમોનુ ડો. પી.પી. પંચાલ સાહેબ, ડો. પટેલ સાહેબ, ડો. તુષાર બોરાણીયા સાહેબ, ડો. હિતેશભાઈ ગાંધી, ડો. હીનાબેન ગાંધી, ઉદ્યોગપતિ શ્રી પંકજભાઈ પરીખ, જીતુભાઈ વેકરીયા, રેડ ક્રોસ સાવરકુંડલા બ્રાન્ચ શ્રી મેહુલભાઈ વ્યાસ, DJBS ફાઉન્ડેશન શીતલ સેવા ટ્રસ્ટ – શ્રી ભુપતભાઈ ભુવા, બેરા મૂંગા શાળાના સંચાલક શ્રી રઘુભાઈ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સભ્યો દિનેશભાઈ કાબરીયા, વિજય વસાણી, અરૂણભાઇ ડેર, રાકેશ નાકરાણી, સંજયભાઇ જી. રામાણી, જયસુખભાઇ સોરઠિયા તથા વિવેક વસાણી આ ઉપરાંત પ્રોજેક્ટ ચેરમેન મૃણાલભાઈ ગાંધી, ડો. હરીશ સી ગાંધી (દર્શન આંખની હોસ્પિટલ) ની ઉપસ્થિતિમાં અમરેલી ગામ ની બેરા મૂંગા સ્કૂલ ના બાળકો હસ્તે આંખના વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ તથા ચક્ષુદાન પ્રવૃત્તિ નું લોકાર્પણ કરવામાં આવ્યું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/