fbpx
અમરેલી

દામનગર પાલિકા શાસકો સાચી સમસ્યા જાણે છે પણ ગાંધીજી ના ત્રણ બંદર જેમ જોવો સાંભળો બોલો નહિ નહિતર શિસ્ત ભંગ ગણી સસ્પેન્ડ આતે કેવી શિસ્ત ?

દામનગર શહેર ની અનેકો સમસ્યા નગરપાલિકા શાસક પક્ષ બધુ જાણે છે પણ મહાત્મા ગાંધી ના ત્રણ બંદર જેમ બોલો નહિ સાંભળો નહિ જોવો નહિ ની યુક્તિ એ ચાલે છે સફાઈ વ્યવસ્થા પડી ભાંગી અનેકો રહેણાંક વિસ્તારો માં નિયમિત સફાઈ તો દૂર મહિના ઓ સુધી બંધ વ્યૂહાત્મક જગ્યા એ સી સી ટીવી કેમરા નું ચૂંટણી સમયે આપેલ વચન ભુલાયું શહેર ની મુખ્ય બજારો માં રવિવારે સફાઈ સેવા બંધ ૧૦ વર્ષ કરતા વધુ સમય થી B.P.L સર્વે માટે લબડતા ગરીબ લાભાર્થી પરિવારો ને સરકારી યોજના ના લાભો થી વંચિત આટલા મોટા વાણિજ્ય બજાર માં જાહેર ટોયલેટ નથી આતે કેવો વિકાસ દામનગર નગર પાલિકા માં જનસેવા કેન્દ્ર  ની સુવિધા નથી તાલુકા મથકે જવા નું ઈન્ટરનેટ ઝડપી યુગ ડિજિટલ ઇન્ડિયા  શહેર ના તમામ મુખ્ય બજારો ના પેવર બ્લોક રસ્તા નો વેરવિખેર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર ને કાયમી રસ્તો નથી શહેર ના ૪૦ જેટલા ખેડૂતો ને ખેતીવાડી માટે રેવન્યુ રસ્તો નહિ હોવા થી ૮૦૦ વિધા જેટલી ખેતી ની જમીન બિન ખેડવાણ શહેર માં એક જૂની અને બે નવી શાકમાર્કેટ બંધ  હંગામી બજાર નિયમન નો અભાવ પાણી વિતરણ ની વારંવાર લાઈનો ટૂટ્વી મોળા અને ડોહોળા પાણી નું વિતરણ  માનીતા પાલિકા સદસ્ય ની મિલ્કત આસપાસ દૈનિક સફાઈ બાકી વિસ્તારો માનતા ના છે ? રખડતા ઢોર પુરવા નો ડબ્બો અને તંત્ર નથી શહેર ની મુખ્ય બજારો ના રસ્તા ઓની હાલત ૧૬ મી સદી કરતા ભયંકર શહેર ના વિકાસ ને બદલે વ્યક્તિ વિકાસ વધુ દામનગર પ્રસિદ્ધિ માં રચ્યા પચ્યા રહેતા શાસકો વાસ્તવિક સમસ્યા ઉપર ધ્યાન આપે તો સમસ્યા ઉકેલાય ને ? નગરપાલિકા માં ભાજપ ની સ્પષ્ટ બહુમતી છે ૨૪ બેઠકો માંથી ૨૨ બેઠકો શાસક પક્ષ પાસે છે પાલિકા સદસ્યો સાચી સમસ્યા જાણે છે પણ કહે કોણ ? ગાંધીજી ના બંદર માફક બોલો  નહિ સાંભળો નહિ જોવો નહિ નહિતર શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ આતે કેવી શિસ્ત ? સરકારી પડતર ગૌચર ના ખુલ્લા મેદાનો અને આર એન્ડ બી ની જગ્યા ઓ પેવર બ્લોક થી મઢી વિકાસ કરતી દામનગર નગર પાલિકા ને મુખ્ય બજારો ના જોખમી રસ્તા ના પેવર બ્લોક રીફિટીંગ માં શુ વાંધો છે? દામનગર શહેરીજનો આ સમસ્યા માટે સહનશીલ છે અજ્ઞાન નહિ પ્રાદેશિક કમિશનર તંત્ર અને નેતા ઓ ધ્યાન આપે તેવી શહેરીજનો માં માંગ ઉઠવા પાણી છે આ બધી સમસ્યા દામનગર પાલિકા કક્ષા એથી ઉકેલવા ની આ સમસ્યા સાચી છે અને ઉકેલવા યોગ્ય છે પણ પાલિકા શાસકો મેળવડા ફોટા પડાવવા પડાપડી માંથી ઉંચા આવે તો થાય ને 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/