fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર કોંગ્રેસ દ્વારા સંગઠન સંમેલન યોજાયું

સાવરકુંડલા ની લોહાણા બોર્ડિંગ માં સાંજના સાત કલાકે શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ (કનુભાઈ)ડોડીયા અને કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક દ્વારા કોંગ્રેસ પક્ષ નું સંગઠન સંમેલન બોલાવેલ હતું જેમાં પૂર્વ કૃષિ મંત્રી શ્રી ધીરુભાઈ દૂધવાળા ના અધ્યક્ષ સ્થાને આ સંમેલન મળેલ હતું જેમાં મુખ્ય મહેમાન અને પૂર્વ વિરોધ પક્ષ ના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી હાજર રહી ધારદાર પ્રવચન માં ભાજપ ને મોંઘવારી મુદ્દે આડેહાથ લીધેલ.હાલ તમામ વસ્તુ પર મોંઘવારીમાં લોકો ના ઘર ચલાવવા મુશ્કેલી થઈ રહી છે જેથી આ સરકાર ફક્ત લોકોને ગેરમાર્ગે દોરી રહી છે જેથી આ સરકારને 2022 ઘર ભેગી કરવાની વાત વિરોધપક્ષના નેતાએ કરી અને જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ ડી. કે. રૈયાણી આવતી 2022ની ચૂંટણીમાં સંગઠનને વધુ મજબુત કરવાની વાત કરી હતી. આ કાર્યક્રમમાં મા મુખ્ય ઉપસ્થિત સાવરકુંડલા લીલીયા ધારાસભ્ય અને દબંગ યુવા નેતા શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા બાયપાસ,જી.આઈ.ડી.સી, અને રેતી બાબતે ભાજપ સામે પડકાર ફેંકી આકરા પાણીએ જોવા મળ્યા અને ભાજપ ના જુઠાના ની લોકો ને વાત કરી પ્રવચન માં માહિતગાર કરતા કાર્યકરો માં જોમ અને જુસ્સો જોવા મળ્યો

અને મોટી સંખ્યા માં કોંગી કાર્યકરો ધારાસભ્ય પ્રતાપભાઈ સાથે સેલ્ફી અને ફોટો પાડવા લાયનો લાગેલી જોવા મળતા લોકોમાં ધારાસભ્ય ની લોકચાહના વધુ પડતી જોવા મળી અને ભાજપ ને ભરી પીવા પ્રતાપભાઈ એ પ્રવચન માં હાકલ કરી હતી,સાથે મુરબ્બી શ્રી ચંદ્રેશભાઈ રાવણી એ પણ તેમના ટૂંકા પ્રવચન માં કોંગ્રેસ ના હાથ મજબૂત કરવા કાર્યકરોને કોંગ્રેસે  કરેલ કર્યો થી વાકેફ કર્યા હતા,જેમાં કાર્યકારી પ્રમુખ હાસુભાઈ  સુચકે ભાજપના  નગરપાલિકા ના એક વર્ષ ના શાશન ની નિંદા કરી કોંગ્રેસે મંજુરે કરેલ રોડ રસ્તા ભાજપે રદ કરેલ હોવાનું જણાવી ભાજપને આવનારી ચૂંટણી માં ઊંધેકાંધ નાખવા લોકોને હાકલ કરી હતી.જેમાં વલ્લભભાઈ જીંજવાડિયા એ પણ અત્યારથીજ કામે લાગીજવા આહવાન કરેલ હતું.આ કાર્યક્રમમાં સ્ટેઝ પર બિરાજમાન ધીરુભાઈ દુધવાળા,પરેશભાઈ ધાણાની,પ્રતાપભાઈ દુધાત,ડી,કે,રૈય્યાણી,ચંદ્રેશભાઈ રવાણી, બાધાભાઈ સૂચક,ઇકબાલભાઈ ગોરી,મનીષભાઈ ભંડેરી,મનુભાઈ ડાવરા,વિપુલ ઉનાવા,વલ્લભભાઈ જીંજવાડિયા,ઓસાભાઈ પઠાણ,હરિભાઈ સગર,હિતેશભાઈ સરૈયા, રમેશભાઈ જયાણી,રૂપાભાઈ ભરવાડ,ગુણાભાઈ લૂવાર, દાનુભાઈ ખુમાણ સહિત નું પુષ્પગુંચથી સાવગત કરવામાં આવેલઅને આ કાર્યક્રમ ને સફળ બનાવવા કનુભાઈ ડોડિયા, હસુભાઈ સૂચક,મહેશભાઈ જયાણી,ઇકબાલભાઈ ગોરી, હસુભાઈ બગડા, નાસિરભાઈ ચૌહાણ,રાજેભાઈ ચૌહાણ,જીજ્ઞેશભાઈ ભરાડ, અશોકભાઈ,ખુમાણ,વિજય રાઠોડ,ભુપતભાઇ ચુડાસમા,બટુકભાઈ ઉનાવા,હિતેસ જયાણી, કિરીટભાઈ દવે,વિપુલભાઈ જયાણી વિજય મળવી,હાર્દિક કાનાણી, લાલાભાઈ માટીયા તેમજ યુથ કોંગ્રેસ,એન.એસ.યુ.આઈ.મીડિયા સેલ સહિત નાએ જહેમત ઉઠાવી હતી.અને આ સંમેલન માં મોટી સંખ્યા માં કૉંગ્રેસી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને નવા હોદેદારો ને નિમણૂક પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.અને આ કાર્યક્રમ ની આભાર વિધિ નાસિરભાઈ ચૌહાણ એ કરેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/