fbpx
અમરેલી

બાબરા અને ગોંડલ તાલુકાને જોડતો માર્ગ રૂપિયા એક કરોડના ખર્ચે મંજુર કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર..બાબરા તાલુકાના થોરખાણ અને ગોંડલ તાલુકાના સાથલી ગામ સુધીનો માર્ગ બનતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી..ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શુભારંભ કરી માર્ગનું કામ શરૂ કરાવ્યું

બાબરા લાઠી વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તાર અનેક રોડ રસ્તાઓ ધારાસભ્યની ગ્રાન્ટ સહિત અનેકવિધ યોજનાઓ તેમજ રાજ્ય સરકારમાંથી મંજુર કરી કામ શરૂ કરાવતા વર્ષોથી બિસમાર માર્ગોમાં ચાલતા લોકોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે  ત્યારે બાબરા તાલુકાના થોરખાણ થી સાથળી કે જે બાબરા અને ગોંડલ તાલુકાને જોડતો મહત્વ નો રસ્તો એક કરોડના ખર્ચે  ધારાસભ્ય  વિરજીભાઇ ઠુંમર ના હસ્તે ખાત મુહૂર્ત કરી શુભારંભ કરવામાં આવ્યો હતો અહીં બાબરા ખંભાળા કરિયાણા કોટડાપીઠા થોરખાણ  સુધી બનેલો ૬૭કરોડના ખર્ચે બનાવેલા રસ્તાને  આ નવો માર્ગ કે જે બાબરા તાલુકા અને ગોંડલ તાલુકા સાથે જોડી દેવાયો આ વિસ્તારના લોકોને બંને તાલુકા વચ્ચેનો એક ટૂંકો મહત્વનો રસ્તો મળ્યો છે   રાજ્ય ધોરીમાર્ગ અને થોરખાણ થી સાણથલી ગોંડલ તાલુકાને જોડતો જિલ્લાકક્ષાનો એમડીઆર માર્ગ ૩.૭૫ મીટર પહોળાઈ સાથે ની કામગીરી નો શુભારંભ સાથે બાબરા અને લાઠી તાલુકાના મોટા ભાગના રસ્તાઓ ગામડાઓના પૂર્ણતાના આરે છે બાકી રહેતા રસ્તાઓ 15 જૂન સુધી પૂર્ણ કરવામાં આવશે એવા વિશ્વાસ સાથે ધારાસભ્યશ્રી એ કરેલી રસ્તાઓ માટેની જાહેરાત કામગીરી સફળ થઇ રહી છે  લોકોમાં ધારાસભ્ય પ્રત્યે ખૂબ જ આનંદની લાગણી પ્રસરી રહી છે તેમજ રસ્તાની કામગીરી પ્રત્યે અભિનંદન મળી રહ્યા છે આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસનતભાઇ ચોવટીયા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દિલીપભાઈ સનુંરા ગામ ના સરપંચ વિવેક સાકરીયા પૂર્વ સરપંચ ધીરુભાઈ સાકરીયા છગનભાઈ સાકરીયા વિઠ્ઠલભાઈ સાકરીયા ભીખુભાઈ અકબરી બાબુભાઈ ધડુક અશ્વિનભાઈ પાનસુરીયા પ્રકાશભાઈ સાકરીયા પોપટભાઈ સાકરીયા લોનકોટડા ભુપતભાઈ તળાવીયા તેમજ લોન કોટડા ગામના અગ્રણીઓ થોરખાણ ગામના અગ્રણીઓ સહિત આ કાર્યક્રમ ને બિરદાવવા માં હાજર રહી સફળતાના યસ ભાગી બન્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/