fbpx
અમરેલી

ગુજરાતની ભાજપ સરકારે વીજગ્રાહકોના ફયુઅલ સરચાર્જમાં વર્ષમાં ૩૮%નો વધારો કર્યો : પરેશ ધાનાણી

ગુજરાતની ભાજપ સરકાર વીજળીના ભાવની બાબતમાં લોકોને છેતરી રહી છે, દર વર્ષે સરકારી વીજળીનો ભાવ યશાવત રાખવાનું નાટક ભજવાય છે, પણ પાછલા બારણેથી ફયુઅલ સરચાર્જમાં દર વર્ષે વધારો ઠોકી લુંટ ચલાવાય છે, ગત મે–ર૦ર૧ માં સરકારી ૧.૩૦ કરોડ વીજગ્રાહકો પાસેથી ફયુઅલ એન્ડ પાવર પરચેઝ પાઈઝ એડજસ્ટમેન્ટ ચાર્જયાને ફયુઅલ સરચાર્જ યુનિટ દીઠ રૂા. ૧.૮૦ વસુલાતો હતો, તે મે–ર૦રર માં વધીને રૂા. ર.પ૦ થઈ ગયો છે, મતલબ કે છેલ્લા એક વર્ષમાં સરકારી વીજટેરીફમાં કોઈ વધારો થયો નથી, પણ ફયુઅલ સરચાર્જમાં એક જ વર્ષમાં યુનિટે ૭૦ પૈસાનો ધરખમ વધારો થયો છે, જેના કારણે લોકોના રહેણાંકના વીજબીલમાં ફયુઅલ સરચાર્જનું ભારણ આશરે ૩૮ ટકા જેટલું વધી ગયું છે.
મહિને ર૦૦ યુનિટ વાપરતા વીજગ્રાહકોને ફયુઅલ સરચાર્જ પેટે મે–ર૦ર૧ માં રૂા. ૩૬૦ ચુકવવા પડતા હતા, હવે એમને મે–ર૦રર માં ફયુઅલ સરચાર્જ મહિને રૂા. પ૦૦ ચુકવવાનો આવ્યો છે, આમ માસિક વીજબીલમાં ફયુઅલ સરચાર્જનો બોજો ૩૮ ટકા જંગી વધી ગયો છે, આ તો માત્ર સિંગલ ફેઝ જોડાણવાળા મહિને ર૦૦ યુનિટ વાપરતા અને થ્રી ફેઝ જોડાણવાળા મહિને ૩૦૦ યુનીટ વાપરતા વીજગ્રાહકો ઉપરના ફયુઅલ સરચાર્જના ભારણ ઉપરના ભારણનો અડસટૃે અંદાજ છે, વાસ્તવિક બોજો કોમર્શિયલ અને ઓૈદ્યોગિક ગ્રાહકો ઉપર આનાથી પણ વધારે હોય શકે, જો આ આવો અસહય વધારો વીજગ્રાહકો પાસેથી વસુલ થતો હોય તો જીયુવીએનએલ મારફતે રાજય સરકારે ગ્રાહકોની લુંટફાંઠ બંધ કરવાની માંગ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/