fbpx
અમરેલી

વીજ બિલ નિયમિત રીતે ભરપાઈ કરી આપવા વીજગ્રાહકોએ પોતે તત્પરતા દાખવી છે તે સરાહનીય બાબત છે- ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

નાની કુંકાવાવ ખાતે લીલા પરિવાર સતત એક વર્ષ

સુધી નિયમિત વીજ બિલ ભરપાઇ કરવા બદલ સન્માનિત

 ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે નાની કુંકાવાવ ખાતે ઉપસ્થિત રહી લીલા પરિવારને સતત એક વર્ષ સુધી નિયમિત વીજ બિલ ભરપાઇ કરવા બદલ સન્માનિત કર્યા હતા.

ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કહ્યુ કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયમિત રીતે વીજ બિલ ભરતા ગ્રાહકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવા આવે છે. નિયમિત રીતે વીજ બિલ ભરતા હોય એવા નાની કુંકાવાવના આ લીલા પરિવાર સહિત અમરેલી જિલ્લાના ૧૩ સાથે રાજ્યના ૭૦૦ વીજ ગ્રાહકો છે. નિયમિત રીતે સમયસર વીજ બિલ ભરતા વીજ ગ્રાહકનું સન્માન કરવા રાજ્ય સરકાર પ્રજાના દ્વાર આવી છે. વીજ બિલ નિયમિત રીતે ભરપાઈ કરી આપવા વીજ ગ્રાહકોએ પોતે તત્પરતા દાખવી છે તે સરાહનીય બાબત છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતોને વધુ આવક થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવવાની કામગીરીને શરુ કરવા પ્રોત્સાહન આપી રહી છે. રાજ્યમાં વીજ વપરાશ વધુ છે ત્યારે સતત અને એકધારો વીજ પુરવઠો મળી રહે તેવું આયોજન પણ રાજ્યની સંવેદનશીલ સરકારે કર્યુ છે. અમરેલી જિલ્લામાં પહેલા ૩ પછી ૧૩ અને અત્યારે ૩૦ કેવી સ્ટેશન છે. તાઉતે પછીની સ્થિતિમાંથી સૌરાષ્ટ્રને  ફરી ઝળહળતું કરવાનો યશ પી જી વી સી એલ ને ફાળે છે.

પ્રાસંગિક પ્રવચન કરતા પૂર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડે કહ્યુ કે, આગામી સમયમાં વધુમાં વધુ વીજગ્રાહકો નિયમિત રીતે બિલ ભરપાઇ કરવા પ્રેરાશે. ખેડુતોને પિયત સહિતના પ્રશ્નોનું નિવારણ સતત અને એકધારા મળતા વીજ પુરવઠાને લીધે શક્ય બન્યું છે.

જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કહ્યુ કે, તાઉતેને એક વર્ષ થયું છે, પણ એ સમયે જે વીજ પુરવઠો ખોરંભાયો તે વિટંબણાઓ હતી તેનો રાત-દિન જોયા વિના પીજીવીસીએલ દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો છે.

નાના ગ્રાહકને પણ તેની નિષ્ઠા માટે બિરદાવવાનું કામ રાજય સરકારે કર્યુ છે. ૨૪ કલાક એકધારો અને સતત વીજપુરવઠો મળતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થયો છે તેમ, અગ્રણીશ્રી ગોપાલભાઈ અંટાળાએ જણાવ્યું.  

પી જી વી સી એલ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્માએ કહ્યું કે,  નિયમિત વીજ બિલ ભરતા હોય એ તમામ ગ્રાહકોને તેમની નિષ્ઠા માટે પી જી વી સી એલ દ્વારા બિરદાવવામાં આવે એવી આ પહેલ છે.  પી જી વી સી એલ ની આ પહેલ ગ્રાહક સાથેના વિશ્વાસનું પ્રતિક છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમતી પ્રીતિ શર્માએ ઉમેર્યુ કે, આગામી સમયમાં નિયત સમયે બિલ ભરપાઇ માટે પી જી વી સી એલના કર્મચારી દ્વારા પંચાયત ખાતે બિલની રકમ સ્વીકાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન છે.   

આ કાર્યક્રમમાં આભાર દર્શન પી જી વી સી એલ ના અધિક્ષક ઇજનેરશ્રી ખીમસુરિયાએ કર્યુ હતુ. તેમણે કહ્યુ કે, કુંકાવાવ ડિવિઝનના ૨૩,૫૮૨ સહિત અમરેલી જિલ્લામાં ૬ લાખ ચાર હજાર જેટલા વીજ કનેકશન છે. તેમાંથી જિલ્લાના નાની કુંકાવાવ, નોંઘણવદર, અડતાલા, ચાવંડ, ગોપાલગ્રામ, તોરી, સાવરકુંડલા, કોડીનાર, જમનવાડા, બોડવા સહિતના સ્થળે રહેતા ૧૩ વીજ ગ્રાહકોને તેમના નિયમિત રીતે વીજ બિલ ભરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/