fbpx
અમરેલી

અમરેલી પાલિકાના વિરોધ પક્ષના નેતા સમીરભાઇ કુરેશીએ પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી નગરપાલિકા કોન્ટ્રાકટર દ્વારા જે સેવાઓ પુરી પાડે છે તે સેવાઓ આપતી એજન્સીઓના જવાબદાર લોકોના મોબાઇલ નંબર શહેરની જનતાને પુરા પાડવા રજુઆત કરી છે.

તેમણે જણાવ્યું હતુ કે અનેક આવશ્યક સેવાઓ માટે પાલિકાએ કોન્ટ્રાકટ આપ્યા છે. જેમા આરોગ્યલક્ષી સેવા, ડોર ટુ ડોર કચરાનુ કલેકશન, ઘન કચરા અને ખાતર સ્પોટ વિસ્તારમા મેન્યુઅલ સફાઇ વિગેરેનુ કામ કરતી એજન્સીના કોન્ટેકટ નંબર તથા તેની ઓફિસનુ એડ્રેસ પાલિકાએ જનતા સમક્ષ જાહેર કરવુ જોઇએ.

આ ઉપરાંત ભુગર્ભ ગટર અને તેની સફાઇ અને રીપેરીંગનુ કામ કરતી એજન્સીના નંબર પણ જાહેર કરવા જોઇએ. શહેરની સ્ટ્રીટ લાઇટની ફરિયાદના નિકાલ માટે તે શાખાના જવાબદાર અધિકારીના નંબર લોકોને આપો. ઉપરાંત શહેરમા પાણી વિતરણના ટાઇમ ટેબલ અને ફરિયાદોના નિકાલ માટે પણ જવાબદાર કર્મીઓનો સંપર્ક થઇ શકે તે માટે નંબર જાહેર કરવા જોઇએ.અમરેલી પાલિકાના વિરોધ પક્ષના નેતા સમીરભાઇ કુરેશીએ પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી નગરપાલિકા કોન્ટ્રાકટર દ્વારા જે સેવાઓ પુરી પાડે છે તે સેવાઓ આપતી એજન્સીઓના જવાબદાર લોકોના મોબાઇલ નંબર શહેરની જનતાને પુરા પાડવા રજુઆત કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/