fbpx
અમરેલી

ઉનાળાની શરૂઆતથી જ અવાર નવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી આવી છે અમરેલી જિલ્લામાં અગ્નિશામક સાધનો શોભાના ગાંઠીયા સમાન!

અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ અવાર નવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી આવી છે, આવા સમયે ફાયર બ્રિગેડની કામગીરી ખૂબ જ મહત્વની હોય છે. અમરેલીની ફાયર ટીમ જિલ્લામાં જ્યાં પણ આગની હોનારત બને ત્યાં દોડી જાય છે. પરંતુ ઘણી વખત સાધનો હોવા છતાં કામમાં આવતાં નથી. જિલ્લામાં જાહેર સ્થળોએ દીવાલમાં લટકાવેલા લાલ રંગના બાટલા જોવા મળે છે. આ બાટલા આગ બુઝાવવામાં ઉપયોગી થાય છે. મોટા સંકૂલોમાં ઓચિંતી આગ લાગે ત્યારે તે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય છે. આ સાધનને ફાયર એકસ્ટીડવીશર કે અગ્નિશામક યંત્ર કહે છે.

દીવાલ પર તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની નોંધ પણ હોય છે. આ બાટલાનો કોઈપણ વ્યકિત સરળતાથી ઉપયોગ કરી શકે છે.
તાજેતરમાં શેખપીપરીયામાં અશોકભાઈ ભાદાણીના શો રૂમમાં આગ લાગી હતી. આ અંગે તેમણે તંત્રને જાણ કરતાં ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધીમાં બધું આગમાં સ્વાહા થઈ ગયું હતું. ‘આગ લાગતા ૧૦૦ને ફોન કર્યો. જે બાદ બાબરા-લાઠી તંત્રનો સંપર્ક કરવામાં આવતાં કહ્યું અમારી પાસે કંઈ નથી. નગરપાલિકાએ કયા ડિપાર્ટમેન્ટને સોંપ્યું હોય તે ખબર નથી. પછી ૧૦૧માં અમરેલી ફોન કર્યો. અમરેલીથી ફાયર બ્રિગેડ ૪૦ મિનિટમાં પહોંચી પણ ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું હતું. લાઠી-બાબરામાં અગ્નિશામક સાધનો છે પણ કોઈને કામ લાગે તેમ નથી. તેમને તંત્રને ફોન કર્યો પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આ એક પણ સાધન હાલ કામ કરતું નથી.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/