fbpx
અમરેલી

અમરેલીના આંગણે દેશની આઝાદી માટે પ્રાણ આપનારા શહીદોને વિરાંજલિ આપતો  કાર્યક્રમ પહેલીવાર યોજાશે.

અમરેલી ખાતે તા.૪ જૂન, ૨૦૨૨ને શનિવારના વિરાંજલિ કાર્યક્રમ યોજાશે. વિરાંજલિ કાર્યક્રમના સફળ આયોજન માટે વહિવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપતા જિલ્લા કલેક્ટરશ્રી મકવાણા

રાજ્યના રમતગમત સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગદ્વારા આયોજિત અને વિરાંજલિ સમિતિદ્વારા પ્રેરિત વિરાંજલિ કાર્યક્રમ અમરેલીમાં કામાણી ફોરવર્ડ હાઇસ્કૂલના મેદાનમાં ચોથી જૂને રાત્રિના ૮ વાગ્યે યોજાશે. વિરાંજલિ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ખાસ કરીને ૧૮૫૭ના પ્રથમ સંગ્રામથી લઈ શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીના માંચડે ચઢાવી દીધા ત્યાં સુધીની ઐતિહાસિક તવારીખને જીવંત કરતો એક અદ્ભુત ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમ છે. ૧૫૦ જેટલા કલાકારો સાંઈરામ દવેની આગેવાનીમાં આ કાર્યક્રમમાં શહીદોની શહાદતને મંચ પરથી જીવંત કરશે. અમરેલી જિલ્લામાં અગાઉ આ પ્રકારે આ કાર્યક્રમ ન યોજાયો હોય જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ જિલ્લા વહીવટીતંત્રને કાર્યક્રમના સુચારુ આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી હતી. વિરાંજલિ કાર્યક્રમ યોજાશે તે સ્થળની સફાઈ, કાર્યક્રમના આર્ટિસ્ટ માટે બેક્સ્ટેજ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓને ક્લેકટરશ્રીએ સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાના હોય ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવા તેમણે પોલીસ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ કાર્યક્રમ વખતે વીજ પુરવઠો અને વીજ સુવિધા મળી રહે તે માટે પીજીવીસીએલને ઘટતું કરવા જણાવ્યું. કાર્યક્રમના આયોજન માટે યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ અને અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/