fbpx
અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠીના કેરિયા, હરસુરપુર દેવળીયા, દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

રાજય સરકાર દ્વારા જળસંગ્રહ અને જળસિંચન માટે અનેકવિધ કાર્યક્રમો અમલી કરવામાં આવ્યા છે. રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન થકી રાજયમાં કાયાપલટ થઇ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠી તાલુકાના લાઠી, કેરિયા, હરસુરપુર દેવળીયા, દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દુધાળા સ્થિત હેતની હવેલી ખાતેથી ‘નેત્રયજ્ઞ’ રથને પ્રસ્થાન કરાવ્યુ હતુ. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત લાઠી અને લીલીયા તાલુકાના ૭૫ ગામોમાં નેત્ર ચિકિત્સા થશે. લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટના માધ્યમથી ધોળકીયા ફાઉન્ડેશન અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના સંયુક્ત ઉપક્રમે ‘નેત્રયજ્ઞ’ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ દુધાળાના ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું કે, દુધાળા ગામની જેમ સમગ્ર રાજ્યમાં જળસિંચનના કાર્યો થાય તે માટે તેમણે અનુરોધ કર્યો. મહત્વનું છે કે, જળસંગ્રહ થતાં જમીનના તળ ઉંચા આવ્યા છે. પાણી જાળવણી અને પાણીના સંગ્રહ બાબતે જનજાગૃત્તિ પણ આવી છે. રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનમાં રાજયભરના દાતાશ્રીઓ અને નાગરિકોએ જોડાઇ તેમનો સહકાર આપ્યો છે.

હરસુરપુર (દેવળીયા)થી લઇને અકાળા ગામ સુધીમાં ગાગડીયા નદી પર જળસંપત્તિ વિભાગના ૧૧ ચેકડેમ, જિલ્લા પંચાયત હસ્તકના ૧ ચેકડેમ, ૧ પીટી અને જિલ્લા જળસ્ત્રાવ એકમ હસ્તકના ૮ ચેકડેમ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના ૧ ચેકડેમ સહિત કુલ ૨૨ ચેકડેમ-તળાવ છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના દાતાશ્રી સવજીભાઇ ધોળકીયાએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૧૮-૨૦૨૨ દરમિયાન ધોળકીયા ફાઉન્ડેશન, સુરતના સહયોગથી ચેકડેમ ઉંડા ઉતારવા માટેનું કામ ૧૦૦ ટકા સ્વખર્ચે હાથ ધર્યુ અને તે કામો લોકભાગીદારીથી થયા.

ગાગડીયો નદી ઉપર હરસુરપુર (દેવળીયા) થી લઇને અકાળા ગામ સુધીનાં ગામોમાં આવેલા ચેકડેમ ઉંડા ઉતારવામાં આવતા, ભૂગર્ભ જળના તળ ઉંચા આવ્યા, જળ સંગ્રહશક્તિમાં વધારો થયો અને પરોક્ષ રીતે સિંચાઇને લાભ મળ્યો. દાતા અને સમાજ સેવકશ્રી સવજીભાઇ ધોળકીયાના આગામી આયોજનમાં આશરે રૂ.૧૫૦ લાખના ખર્ચે જરુરિયાત મુજબ મરામત, મજબૂતીકરણ, લંબાઇ વધારવાનું કામ પણ જનભાગીદારીથી કરવાની નેમ છે.

કેરીયાથી અકાળા-દુધાળા સુધીની આશરે ૧૦ કિમી લંબાઇમાં ગાગડીયો નદીને ઉંડી અને પહોળી કરવી, સાફસફાઇની કામગીરી આશરે રુ.૨૫૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ચેકડેમ મરામત અને નદી ડિસીલ્ટીંગ માટે અંદાજે રુ.૪૦૦ લાખનો ખર્ચ થવાની સંભાવના છે. અંદાજે ૪ લાખ ઘનમીટર ડિસીલ્ટીંગ કામગીરી માટે આશરે રુ.૨૫૦ લાખનો ખર્ચ કરવા પણ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવશે. ગાગડીયો નદી પર હેતની હવેલી સામે નવા મોટા ચેકડેમના બાંધકામે પીપીપી ધોરણે ધોળકીયા ફાઉન્ડેશન, સુરત દ્વારા ૫૦ ટકા રકમનો ફાળો આપવામાં આવશે, રુ.૧૫૦ લાખની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. હેતની હવેલી ૧ કિમી હેઠવાસમાં જગ્યાએ ગાગડીયો નદીના બે ફાંટા છે ત્યાં ૨ નવા મોટા ચેકડેમના બાંધકામની માંગણી પણ સમાજસેવકશ્રી ધોળકીયાએ કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/