fbpx
અમરેલી

શ્રી દશનામ દર્શિત ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા શ્રી દશનામ ગોસ્વામી પરિવાર પરિચય પુસ્તિકા ૨૦૨૨ નું વિમોચન કરવામાં આવ્યું

 શ્રી દશનામ દર્શિત ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી અને દશનામ દર્શિત ન્યુઝ પેપરના સંયુક્ત ઉપક્રમે શ્રી દશનામ ગોસ્વામી પરિવાર પરિચય પુસ્તિકા ૨૦૨૨‌નુ વિમોચન તારીખ ૫-૬-૨૦૨૨‌ના રોજ બાળા હનુમાનજી મંદિર કેરીયા રોડ બાયપાસ અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દડવા રાંદલ માતાજી મંદિરના મહંતશ્રી ઉદયપ્રગટબાપુ તથા અમરેલી દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી અશ્વિનગીરી, આશિષગીરી, મનહરપુરી,પીઆઈ ભરતગીરી, પી આઈ ભરતજતી, નટવરગીરી, મનસુખભારથી, યોગેશગીરી, જીતેન્દ્રગીરી, ગૌતમગીરી, હરેશગીરી, કલ્પેશપુરી, નરેન્દ્રગીરી, ચીંતનગીરી, રતીગીરી, પ્રકાશગીરી, નરેન્દ્રગીરી, શ્વેતાબેન, અવનીબેન સહિત અનેક લોકો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરી કરવામાં આવી ત્યાર બાદ હાજર રહેલા મુખ્ય તિથિશ્રીઓનુ પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પરિવાર પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું , ટ્રસ્ટના પ્રમુખશ્રી અતુલપુરી મીડિયા સાથે સંકળાયેલા હોવાથી મીડિયાના પત્રકાર ભાઈઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, ત્યારબાદ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા જીતુભાઈ મહેતા, રેણુકાબેન સોલંકી, સંજયભાઈ પંડ્યા અને બાળ કલાકાર કેવલ તેરૈયા દ્વારા ભુલે બીસરે ગીતો રજુ કરવામાં આવ્યા જોગાનુજોગ આ દિવસે અતુલપુરીનો જન્મદિવસ હોવાથી મીડિયાના મીત્રો તેમજ ઉપસ્થિત દશનામ ગોસ્વામી સમાજના તમામ પરિવારો દ્વારા અતુલપુરીનુ ભવ્ય સન્માન કરી જન્મ દિવસની ભેટ આપવામાં આવી હતી. અને પરિવાર પરિચય પુસ્તિકા બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઈએ સમુહ ભોજન લીધું હતું અને છુટ્ટા પડ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/