fbpx
અમરેલી

ગુજરાતની ભાજપ સરકાર દ્રારા નિવૃત આર્મીના જવાનો સાથે ઓરમાયું વર્તન : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

ભારત દેશની સેવા કરવામાં દિવસ – રાત જોયા વગર કે પોતાના ઘર પરીવારની ચિંતા કર્યા વગર સરહદ પર ખડેપગે સેવા બજાવતા દેશની શાન એવા આર્મી જવાનોની સાથે ગુજરાતની ભાજપ સરકાર ઓરમાયું વર્તન દાખવી રહી છે, કેન્દ્ર સરકાર દ્રારા નિવૃત આર્મીના જવાનોને મળતા લાભો આપવામાં ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે, માત્રને માત્ર રાષ્ટ્રવાદનો ઢોંગ કરતી આ ભાજપ સરકાર ખરા અર્થમાં રાષ્ટ્રના નિવૃત સૈનિકોને મળતા લાભો પણ હડપ કરી ગઈ છે, અને ભાજપની દેશના સૈનિકો વિરૂધ્ધની માનસિકતા દેખાય આવી છે, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ રાજય સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલી નોકરીની ભરતીમાં વર્ગ ૧ થી ૪ માં રીઝર્વેશનના અલગ–અલગ નિયમો અમલમાં છે, જેમાં વર્ગ ૧ અને ર ૧% જયારે વર્ગ ૩ અને ૪ માં ૧૦% અનામત નિવૃત જવાનો માટે રાખવાની હોય છે, તેમ છતાંય તેમનો અમલ કરવામાં આવતો નથી, નિવૃત જવાનને સળંગ સર્વિસ લાભ આપીને ભરતી કરવી જેમ કે સરકારી નોકરીમાં તેમને લેવામાં આવે ત્યારે તેમની સેનામાં બજાવેલી ફરજને પણ ગણવામાં આવે પરંતુ વાસ્તવમાં જવાનોને પાંચ વર્ષ સુધી ફીકસ પે.માં નોકરી કરવી પડે છે, તથા જવાનોને મળતા પ્લોટ ફાળવવામાં પણ નિયમનો ઉલાળીયો કરવામાં આવે છે, જો આ ભાજપ સરકાર દેશના નિવૃત સૈનિકો સાથે ઓરમાયું વર્તન કરતી હોય તો ગુજરાતની આમ જનતાનું શું થતું હશે ? તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/