fbpx
અમરેલી

અમરેલીના આંગણે થયો ‘માનવતા માટે યોગ,’વિશ્વ યોગદિનનો સફળ કાર્યક્રમ યોજાયો

ઋષીમુનીઓએ શોધેલો યોગ ભારતે વિશ્વને આપેલી વિરાસત છે : કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

અમરેલી તા.૨૧ જૂન મંગળવાર કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો યોગદિન સફળતા પૂર્વક ઉજવાયો હતો. અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં શહેરીજનોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘માનવતા માટે યોગ’ કરી અને સ્વાસ્થ્ય અને નિરામય જીવન જીવવા માટે યોગ કરવાનો સંદેશો આપ્યો.

કાર્યક્રમના અધ્યક્ષ કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં શરૂ કરવામાં આવેલા યોગ દિનની ઉજવણી વિશે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

          કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે. ઋષિમુનિઓએ શોધેલો યોગ ભારતે વિશ્વને આપેલી વિરાસત છે. પ્રાચીન સમયમાં યોગના કારણે લોકોનાં મન-શરીર-આત્મા તંદુરસ્ત રહેતા હતાં. ઋષિમુનિઓની સાધના પદ્ધતિના લીધે અનેક લાભ કરાવતાં આ યોગની આપણને વિરાસત મળી, પરંતુ યોગને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવાનું કામ એનો બહોળો પ્રચાર કરવાનું કામ અને તેની આંતરાષ્ટ્રીય માન્યતા અપાવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે.’

          કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યને બિરદાવતા કહ્યું કે, ‘રાજ્ય સરકાર દ્વારા રચિત યોગ બોર્ડના માધ્યમથી અનેક ટ્રેનરો તૈયાર થયાં છે, આ ટ્રેનરોના માધ્યમથી યોગ બોર્ડના લીધે રાજ્યમાં પણ હવે છેવાડાના વિસ્તારો સુધી યોગ પ્રચલિત થયો છે.’

       કૃષિમંત્રીશ્રીએ આધુનિક જીવનશૈલી કારણે સ્વસ્થ્ય જીવન જીવવું હોય તો યોગને અનિવાર્ય ગણાવતા કહ્યું કે,’નિયમિત રીતે યોગ કરવાના અનેક ફાયદા છે. યોગ દ્વારા હ્યદય, ડાયાબિટીસ સહિતનાં અનેક રોગોમાં પણ રાહત મળે છે.’  આજે ગુજરાત રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના માધ્યમથી રાજ્યમાં યોજાયેલા ‘વિશ્વ યોગ દિન’ના આ વ્યાપક કાર્યક્રમમાં ઉપસ્થિતિ નગરજનો, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને તેમણે નિયમિત યોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

          કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી રેખાબેન મોવલિયા, સાંસદ સભ્યશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંઘ, પૂર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉંઘાડ, નગર પાલિકાના અધ્યક્ષા શ્રીમતી મનિષાબેન રામાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ડૉ.ભરત કાનાબાર સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, શહેરના સામાજિક સંસ્થાઓ, શાળા- કૉલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/