fbpx
અમરેલી

અમરેલીમાં તા. ૨૩ થી તા.૨૫ જૂન શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન

                                              

અમરેલી તા.૨૨ જૂન, ૨૦૨૨ (બુધવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા આગામી તા.ર૩ થી તા.રપ જૂન-ર૦રર દરમિયાન યોજાશે.      અમરેલી જિલ્લામાં આગામી તા.૨૩ થી તા.૨૫ જૂન-૨૦૨૨ દરમિયાન શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. જિલ્લાના અને રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ શહેર અને ગ્રામ્ય કક્ષાએ ધો.૧માં ૧૩,૫૪૬ વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ અપાવી અને જ્ઞાનનો દીપ પ્રજવલ્લિત કરવામાં આવશે.

       અમરેલી જિલ્લામાં શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવેશોત્સવની આગોતરી તૈયારી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાકક્ષાના આયોજનમાં વિવિધ ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ ક્લસ્ટરમાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ કાર્યક્રમમાં જોડાશે. અમરેલી જિલ્લામાં કુલ ૭૬ ક્લસ્ટરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૮૦ રૂટ શાળા પ્રવેશોત્સવ માટે તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાવી જ્ઞાનનો દીપ પ્રજવલ્લિત કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/