fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રાજુલા તાલુકાની શાળાઓમાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી જ્ઞાનનો દીપ પ્રજવલ્લિત કર્યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો હેતુ એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા

રાજુલા તાલુકાની ખાંભલિયાછતડીયા અને કડીયાળી પ્રાથમિક શાળામાં ધામધૂમથી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

અમરેલી તા.૨૪ જૂન, ૨૦૨૨ (શુક્રવાર) અમરેલી જિલ્લામાં યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવના બીજા દિને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ રાજુલા તાલુકાની શાળાઓમાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી જ્ઞાનનો દીપ પ્રજવલ્લિત કર્યો હતો. કલેકટરશ્રીએ રાજુલા તાલુકાની ખાંભલિયાછતડીયા અને કડીયાળી પ્રાથમિક શાળામાં પહેલાં ધોરણમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાંથી શરુ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા અંતર્ગત બીજા દિને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજુલા તાલુકાની ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો.આજના કાર્યક્રમમાં છતડિયામાં ૨૩, ખાંભલિયામાં ૨૪,અને કડિયાળીમાં ૩૯ સહિત ૯૧ બાળકોએ પ્રથમ વર્ષમાં શાળા પ્રવેશ મેળવ્યો હતો.

         આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ છતડીયા પ્રાથમિક શાળામાં સંબોધન કરતા જણાવ્યું કે, આજે આ શાળામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં ૮૭ વિદ્યાર્થીઓ અને ૧૦૭ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. દીકરા કરતાં દીકરીઓની સંખ્યા વધુ છે. મા સરસ્વતીના ધામમાં લક્ષ્મીજીની હાજરીનું આ ઉદાહરણ છે.  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો હેતુ આ જ છે કે ગામનું એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય. હવે જૂની પેઢી પણ શિક્ષણ માટે જાગૃત્ત બની છે. ગામમાં કોઈ બાળક શાળાએ ન જતું હોય તો વડીલો પણ કહેતા થયા છે કે, શાળાએ અભ્યાસ કરવા જવું જરુરી છે. જે બાળકના માતા-પિતા રોજગારી અર્થે બહાર જતા હોય તેના બાળકોને પણ શિક્ષણ મળે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી માતા-પિતા અને ગ્રામજનોની છે. શિક્ષણ પ્રત્યેના લગાવને પુન: સ્થાપિત કરવા માટે આ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

           કલેક્ટરશ્રીએ ઉમેર્યુ કે, છતડિયાની આ શાળાને જોતા તેની સારી સુવિધા જે સીએસઆરના માધ્યમથી મળી છે તે જોતા શહેરની શાળાઓ કરતા સારું શિક્ષણ મળશે તે સ્વાભાવિક છે. બાળકોના ચહેરા પર જે ઉત્સાહ અને નૂર જોવા મળી રહ્યુ છે તે કાયમ રહે તેવી શુભકામનાઓ પાઠવું છું.

કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું જિલ્લા કલેક્ટરશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લા કલક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અને આંગણવાડીના રાજ્યના મદદનીશ નિયામકશ્રી ડૉ. એચ.પી. મનસુરીના હસ્તે વૃક્ષારોપણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં તુલસીશ્યામ ટ્રસ્ટના ટ્રસ્ટી કથડબાપુ, ગામના સરપંચશ્રી વિરભદ્ર ડાભલિયા, સ્થાનિક અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી સાગર ડાભલિયા, તેમજ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/