fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે મેઘરાજાને મનાવવા માટે ભુવા ગામના રતીલાલભાઈ ગેડિયા તથા લખમણભાઈ સીસણાદાના કારખાને સ્વાનને લાડુંનાં ભોજન બનાવી શ્વાનને ભાવથી ખવરાવ્યાં

વરુણદેવને રીઝવવા માટે જીવદયાનું સત્કાર્ય સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે મેઘરાજાને મનાવવા માટે ભુવા ગામના રતીલાલભાઈ ગેડિયા તથા લખમણભાઈ સીસણાદાના કારખાને સ્વાનને લાડુંનાં ભોજન બનાવી શ્વાનને ભાવથી ખવરાવ્યાં.
આમ વરુણદેવને રીઝવવ જીવદયાનું સત્કાર્ય કરવામાં આવેલ. હા , જગતનો તાત ધરતીપુત્ર હવે ચિંતિત જણાય છે . વધુ લાંબો સમય વરસાદ ખેંચાય તો ખેડૂતો માટે ચિંતાનો વિષય જરૂર ગણાય . શરૂઆતમાં થોડો ઘણો વરસાદ વરસ્યો . ગ્રામ્ય વિસ્તારોમાં અમુક ગામોમાં વાવણી પણ થઈ . પરંતુ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હોય એ પણ સ્વાભાવિક છે . હવે અષાઢી બીજ પણ આવી એમ સમજો . જૂન માસમાં પર્યાપ્ત માત્રામાં વરસાદ નોંધાયો પણ નથી .. આમ પણ ભુવા સમેત આ તરફના ગામ એટલે ખારોપાટ કહેવાય . એટલે આ વિસ્તારના ખેડૂતોને તો વરસાદ પર જ ખેતીનો આધાર હોય છે . એટલે મેઘરાજાનું આગમન હવે ખરેખર ખૂબ જરૂરી છે . આમ તો મેઘરાજાને રીઝવવા ભારતીય સંસ્કૃતિમાં કોઈ હોમ હવન કરે , કોઈ ધૂન , અનુષ્ઠાન કરે . આમ મેઘરાજાને રીઝવવાની લોકોની વિવિધ પ્રકારની રીતો હોય છે . એ પૈકી શ્વાનને લાડુંનાં ભોજન પણ કરાવવામાં આવે છે . મેઘરાજાને મનાવવા માટે હિન્દી ફિલ્મ ગાઈડ માં ખૂબ માર્મિક દ્રષ્યાંકન કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/