fbpx
અમરેલી

સરકારે સહાય કરી તો અમારા ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવામાં મદદ મળી : હિરેનભાઈ ચંદુભાઈ કાલાવડિયા

આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર રાજ્યમાં તા.૬ થી તા.૧૨ જુલાઈ – ૨૦૨૨ સુધી “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજવામાં આવશે. ત્યારે અમરેલીના ભક્તિનગર વૃંદાવન સોસાયટી-૪માં વસવાટ કરતાં અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થી હિરેનભાઈ ચંદુભાઈ કાલાવડિયાનું ઘરનાં ઘરનું સપનું સરકારની સહાયના કારણે પૂર્ણ થઈ શક્યું છે. આજે મોંઘવારીના જમાનામાં સામાન્ય પરિવારને શહેરમાં સપનાનું ઘર બનાવવું એ મુશ્કેલ છે અને બિલ્ડિંગ મટીરિયલ મોંઘાદાટ બન્યા છે, ત્યારે ગરીબનું ઘરનાં ઘરનું સપનું એ માત્ર સપનું જ ના રહી જાય! એ માટે સરકાર ગરીબોની અને વંચિતોની પડખે ઉભી રહી તેમને મદદ કરી અને સપનાનાં ઘરનાં નિર્માણમાં યોગદાન આપી રહી છે, ઘરનાં ઘરનું સપનું સાકાર કરવામાં મદદ મળી રહે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અનેક મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થી હિરેનભાઈ ચંદુભાઈ કાલાવડિયાને સપનાનું ઘર બનાવવા માટે રુ. ૩ લાખની સહાય સરકારે કરી છે, જે તેમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવી છે. ચંદુભાઈ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, મોંઘવારીના જમાનામાં અમારા જેવા લોકો માટે સરકાર સહાયરૂપ બનવાથી અમરેલીના હાર્દસમા લાઠી રોડ વિસ્તારમાં પુષ્કરધામમાં મારુ ઘર બનાવવાનું અને રહેવાનું સપનું પૂર્ણ થયું છે, અમારો પરિવાર ખુશ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/