fbpx
અમરેલી

“વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે “વિકાસરથ”ને અમરેલીના લાઠી તાલુકાના અલીઉદેપુરના ગ્રામજનોએ સામૈયા સાથે આવકાર્યો

આજરોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો “વિકાસરથ” ફરતાં ફરતાં લાઠી તાલુકાના અલીઉદેપુર મુકામે પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનોએ “વિકાસરથ”નું સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો. અલીઉદેપુર મુકામે લાઠી બાબરાના પ્રાંત અધિકારીશ્રી  ડૉ. ડી. બી. ટાંકની અધ્યક્ષતામાં “૨૦ વર્ષ વિશ્વાસના, ૨૦ વર્ષ વિકાસના” અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારીશ્રી  ડી. બી. ટાંકએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત એક પ્રજાસત્તાક સંસદીય લોકશાહી ધરાવતું રાષ્ટ્ર હોવાથી અહીં વિકાસના કેન્દ્રમાં પ્રજા સર્વોપરી હોય છે. સરકારની અનેક યોજનાઓ થકી આજે દેશની અંદર બદલાવ આવ્યો છે, ઉપરાંત વહીવટી કાર્યોની ઝડપ વધી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત “વંદે વિકાસયાત્રા”ને સમગ્ર ગુજરાતમાં ભવ્ય લોક પ્રતિસાદ મળી રહ્યો છે. અલીઉદેપુર મુકામે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં વંદે ગુજરાત ફિલ્મ નિદર્શનની સાથે સાથે અમરેલી જિલ્લા આરોગ્ય શાખા અને આઇ.સી.ડી.એસ કચેરી દ્વારા કોરોના રસીકરણ, પૂરક પોષણ, આરોગ્ય તપાસ જેવા કાર્યક્રમોનું આયોજન પણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું, જેનો લાભ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બહોળી સંખ્યામાં લીધો હતો.

           “વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે અલીઉદેપુર મુકામે મતીરાળા ગામની અંદર ૧૫મા નાણાપંચ તળે કુલ રૂ.૧૦ લાખથી વધુના પૂર્ણ થયેલ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભૂગર્ભ ગટર સાથે બ્લોક પેવિંગ સહિતના વિકાસકામોનો સમાવેશ થાય છે. ઉપરાંત અલીઉદેપુર મુકામે સગર્ભા માતા, પી.એમ. જનઆરોગ્ય યોજના, બી.પી.એલ કાર્ડ યોજના, વ્હાલી દીકરી યોજના, આંબેડકર આવાસ યોજનાના કુલ ૪૦થી વધુ લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન કચેરી અમરેલી દ્વારા કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ, રોપા વિતરણ સહિતના કાર્યક્રમોને લોકોએ સહકાર આપી વધાવી લીધા હતા.

               વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે અલીપુર મુકામે યોજાયેલ ભવ્ય “વિકાસોત્સવ-૨૦” કાર્યક્રમમાં લાઠી તાલુકાના મામલતદારશ્રી આર.વી.ગઢવી, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, અલીપુરના સરપંચશ્રી ઉપરાંત આસપાસના ગામના સરપંચો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/