fbpx
અમરેલી

ચમારડી ગામે સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા

 સમગ્ર રાજ્ય માં મેઘરાજા મહેરબાન બન્યા છે. સમગ્ર રાજ્ય મા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સારા વરસાદ ના કારણે ખેડુતો ખુશ જોવા મળી રહ્યા છે. ત્યારે બાબરા તાલુકાના ચમારડી ગામે આજે સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. સાર્વત્રિક પાણી પાણી જોવા મળી રહ્યુ છે.
    ચમારડી ગામે શુક્રવારે વહેલી સવાર થી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન બન્યા છે. ગામની તમામ નદી નાળાઓ માં ઘોડાપૂર જેવી સ્થિતિ ઉભી થયેલ છે. મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતો મા ખુશી ની લાગણી જોવા મળી રહી છે. સાથે ખેતરોમાં વાવેલ પાકો ને નવું જીવનદાન મળ્યું છે. સારા વરસાદ ના કારણે ત્રણ દિવસ થી નદીઓ માં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.  પુર ના કારણે ચમારડી થી ચરખા જવા મા રોડ પર આવેલ કોઝવે પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થય જાય છે. તો જ્યાં સુધી વરસાદી પાણી ના ઉતરે ત્યા સુધી વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. લોકો દ્રારા આ કોઝવે પર ઉચો પુલ બનાવવા મા આવે તેવી માંગ કરી રહ્યા છે જેથી અહીં થી પચાર થતાં વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો ના કરવો પડે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/