fbpx
અમરેલી

ટાણા વિસ્તારમાં આવેલ લવરડા પ્રાથમિક શાળા અને સરકડીયા પ્રાથમિક શાળામાં સ્વ. હંસાબેન અશોકભાઈ દિઓરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને નિશુલ્ક ચોપડા વિતરણ

ટાણા વિસ્તારમાં આવેલ લવરડા પ્રાથમિક શાળા અને સરકડીયા પ્રાથમિક શાળામાં સ્વ. હંસાબેન અશોકભાઈ દિઓરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને નિશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ દાતા પરિવારએ લગભગ 15 સરકારી શાળાઓમાં અસંખ્ય વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ નું કાર્ય કર્યું છે.મહાન કાર્ય બદલ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કમુબેન મુન્નાભાઈ ચૌહાણ અને સમગ્ર ટીમ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા


        આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય વિજયસિંહ ચૌહાણ, સ્વ. હંસાબેન અશોકભાઈ દિઓરા ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ચેતનભાઇ દિઓરા, જૈન જાગૃતિ સેન્ટરના સેક્રેટરી શ્રી જયદીપભાઈ શાહ(ગુજરાતી પ્રાથમિક શાળા) તેમજ ખોડીદાસભાઈ, એસ.એમ.સી અધ્યક્ષશ્રી પરેશભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.બંને ગામમાં સરપંચશ્રી ઉદેસંગભાઈ ચૌહાણ અને મનુભાઈ હડિયલ તેમજ એસ.એમ.સી અધ્યક્ષ, સી.આર.સી શ્રી હનુભાઈ પરમાર, કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી, તેમજ યુવાનો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા.


      કાર્યક્રમના સફળ બનાવવા લવરડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિક્રમસિંહ ગોહિલ તેમજ સરકડીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સરોજબેન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. દાતા પરિવાર દ્વારા બાળકોને પ્રસાદી સ્વરૂપે ફળનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/