fbpx
અમરેલી

જિલ્લામાં ધનવંતરી રથ દ્વારા આરોગ્યની તપાસ, દવાઓનું વિતરણ, લેબોરેટરી તપાસ સહિતની અસરકાર કામગીરી

રાજ્યના છેવાડાના માનવીની આરોગ્યની ચિંતા કરવા અને આરોગ્ય લક્ષી સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ સરકાર દ્વારા ધનવંતરી રથની સેવા પૂરી પાડવામાં આવી છે. આ ધનવંતરી રથ દ્વારા છેવાડાના વિસ્તારોમાં જઈને અવારનવાર સેવાઓ આપવામાં આવે છે ત્યારે વરસાદની સ્થિતિ બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અને ધનવંતરી રથની સેવાઓ શરુ કરવામાં આવી છે.

          અમરેલી જિલ્લામાં વરસાદે વિરામ લેતા રોગચાળો ન પ્રસરાય તેના માટે ધનવંતરી રથ કામે લગાડવામાં આવ્યા છે. જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ આરોગ્યલક્ષી સારવાર જેમાં મેડિકલ ઑફિસર, લેબ ટેકનિશિયન, ફાર્મસિસ્ટ સહિતની સેવાઓ આપવામાં આવી છે.

          ધનવંતરી રથની માહિતી આપતા અમરેલી ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતનભાઈ ગાધેએ જણાવ્યું કે, ધનવંતરી રથના કર્મચારીઓ દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં જઈને સ્થળ પર સારવાર, લેબોરેટરી તપાસ, અને જરુરી દવાઓનું વિતરણ અને પાણીજન્ય રોગચાળાથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં આ ધનવંતરી રથ દ્વારા વધુ વિસ્તારોમાં ભ્રમણ કરી અને વરસાદ બાદની સ્થિતિમાં લોકોના આરોગ્યની કાળજી લેતા સેવાઓ આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/