fbpx
અમરેલી

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે  જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ પદાધિકારીશ્રીઓના અને અને વિભાગોના આંતરિક પ્રશ્નોને સાંભળી અને તેના સમાધાન માટે જરુરી સૂચનાઓ આપી હતી. સંક્લન સમિતિની બેઠકમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય સર્વશ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી પ્રતાપભાઈ દુધાત, શ્રી અમરીશભાઈ ડેરે સંબંધિત જે-તે વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.

          બેઠકમાં ઉપસ્થિત રહેલા સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ ખેડૂતોના વીજ જોડાણના પ્રશ્ન, આરસીસી રોડની માંગણીઓ અને સમારકામ, વાસ્મો અને પાણી પુરવઠાના પ્રશ્નો, સરકારી જમીન પર દબાણની રજૂઆત સંદર્ભના પ્રશ્નો, વિદ્યાર્થીઓને અપડાઉનમાં સરળતા થાય તે માટે એસ.ટી. બસના નવા રૂટ તેમજ સમયની ફેરબદલી વગેરેના પ્રશ્નો રજૂ કર્યા હતા. રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેરે વિદ્યાર્થીઓને અપડાઉનમાં સરળતા થાય તે માટે એસ.ટી. બસના નવા રુટ તેમજ નિયમિતતાના પ્રશ્નો, રાજુલા તાલુકાની વિવિધ સરકારી શાળાઓને લગતા પ્રશ્નો ઓજી વિસ્તારમાં રસ્તા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

         અમરેલી-વડીયા-કુંકાવાવ  વિસ્તારના ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીએ ઠેબી ડેમના કેચમેન્ટમાં ડૂબમાં ગયેલી જમીનોના પ્રશ્નો, અમરેલીમાં નવી પ્રાથમિક શાળા માટે જમીન ફાળવવાની રજૂઆત, પોતાના મત વિસ્તારના વિવિધ ગામોમાં પીવાના પાણીના સંપની માંગણીઓ, અનાજ વિતરણને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે સાવરકુંડલા – લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાતે વીજ જોડાણ, ખેડૂતોના જમીન સંબંધિત પ્રશ્નો, આધાર કાર્ડની કામગીરીની સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સાથે કલેક્ટરશ્રીએ ઉનાળા દરમિયાન વાસ્મોએ કરેલી જલ વ્યવસ્થા સારી કામગીરી બદલ વાસમોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

          જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ સામાજિક ન્યાય સમિતિ અને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. વિવિધ કચેરીઓનાં આંતરિક સંકલનના મુદ્દે કલેક્ટરશ્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ પદાધિકારીશ્રીઓના પ્રશ્નો મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી અને જુદી જુદી કચેરીઓની સમસ્યાઓના નિવારણ માટે જરુરી સૂચનાઓ આપી હતી. સમગ્ર બેઠકનું સંચાલન અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ કર્યુ હતુ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, વન સંરક્ષકશ્રી તથા સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/