fbpx
અમરેલી

અમરેલી જીલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ હસુભાઈ સુચક નો વેધક સવાલ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા મધ્ય માં પસાર થતા રોડ રસ્તાઓ  ખુબજ ખરાબ અને બિસ્માર હાલતમાં છે.જે રોડ અંગે કોની જવાબદારી તે એક મોટા સવાલ છે. લોકો આ પ્રશ્ને કોને રજૂઆત કરવી તે એક ચિંતા નો વિષય બનેલ છે.આ રોડ ની ફરિયાદ  કરવી તો કોને કરવી અને તેમાં  કોની જવાબદારી તે નક્કી થતું નથી જેથી લોકો દ્વિધા માં મુકાયા છે આની રાવ ચીફ ઓફિસર ને કરવી કે નગરપાલિકા ના પ્રમુખ ને કરવી, અમરેલી સાંસદશ્રી ને કરવી કે ધારાસભ્યશ્રી ને કરવી કે તે નક્કી થતું નથી ત્યારે સાવરકુંડલા ની આમ જનતા, નાના મોટા વાહન ચાલકો, મુસાફરો હેરાન થઇ રહ્યા છે.

પણ જવાબદાર તંત્ર ના પેટમાં પાણી હલતું નથી, આ રોડ રસ્તા મગર મચ્છની પીઠ જેવા બની ગયેલ છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અમરેલી જીલ્લા કોંગ્રેસ ઉપ-પ્રમુખ શ્રી હસુભાઈ સૂચક દ્વારા  આ વેધક સવાલ ઉઠાવ્યો છે. અને કટાક્ષ કરેલ છે કે,  છેલ્લે ભગવાન ભરોસે ચાલતા વહીવટ તંત્ર લોકોની વ્હારે નથી તો હે પ્રભુ તું લોકોને ની વ્હારે આવીને સાવરકુંડલા ની જનતાને આ રોડ પર ચાલવાની હિમત આપજે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/