fbpx
અમરેલી

અમરેલી સંસદીય વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતાં નારાયણ કાછડીયા

નવી દિલ્લી રેલ ભવન ખાતે માન . રેલ્વે મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રેલ મંત્રાલય સલાહકાર સમિતિની બેઠકમાં અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ઉપસ્થિત રહી અમરેલી સંસદીય વિસ્તારને લગત વિભિન્ન પડતર અને જન હિતકારી પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી . સાંસદશ્રીએ કમિટીના ચેરમેન વ રેલ્વે મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરતા જણાવેલ હતુ કે , ( ૧ ) વષઃ ૨૦૧૨–૧૩ ના રેલ બજેટમાં મંજુર થયેલ ઢસા — લુણીધાર — જેતલસર રેલ્વે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવાનું કાય બે વિભાગમાં વિભાજીત થયેલ . જેમાંથી ઢસા થી લણીધાર સેકશનનું કામ પૂર્ણ થઈ ગયેલ છે અને જેનું માન . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વરદ હસ્તે તા . ૧૮/૦૬/૨૦૨૨ ના રોજ ઈ – લોકાપણ પણ થઈ ચુકેલ છે .

પરંતુ એજન્સી દ્વારા લણીધાર થી જેતલસરનું કામ ખુબ જ ધીમી ગતિએ થઈ રહયું છે . આ કામ સપ્ટેમ્બર –૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું છે , પરંતુ કામની ગતિ જોઈને લાગે છે કે આ કામ ડિસેમ્બર –૨૦૨૨ સુધીમાં પણ પૂર્ણ નહી થઈ શકે . તેથી આ સેકશનના કામમાં પ્રગતિ લાવવા RVNL ને જરૂરી સચના આપવામાં આવે તથા ( ૨ ) કેન્દ્ર સરકાર તરફથી વર્ષ : ૨૦૧૭–૧૮ના બજેટમાં ખિજડીયા અમરેલી — ધારી – વિસાવદર રેલ્વે લાઈનને બ્રોડગેજમાં પરીવતન કરવા માટે મંજૂરી મળેલ હતી . પરંતુ આ પ્રોજેક્ટને ફોરેસ્ટ દ્વારા લિયેરન્સ ન મળવાને લીધે આ પ્રોજેકટ અટકી પડેલ હતો . જે અન્વયે ફોરેસ્ટ વિભાગ તરફથી સ્વિકતિ પ્રદાન થયા બાદ અમારા તરફથી કરવામાં આવેલ રજુઆતના અનસંધાને રેલ્વે બોડે આ પ્રોજેકટને ટોપ પ્રાયોરીટીમાં લીધેલ છે .

જેના લીધે RVNL દ્વારા આ પ્રોજેકટના રીવાઈઝડ DPR તૈયાર કરી તા . ૨૮/૦૫/૨૦૨૨ ના રોજ રેલ્વે બોડને પણ મોકલી આપવામાં આવેલ છે . તો આ પ્રોજેકટ માટે ઝડપથી નાણાકીય જોગવાઈ કરવામાં આવે . ઉપરાંત ( ૩ ) અમરેલી સંસદીય ક્ષેત્રના લીલીયા મોટા , સાવરકુંડલા અને ઢસા જંકશન રેલ્વે સ્ટેશનના પ્લેટફોમ ની કામગીરી ખુબ જ નબળી થયેલ છે . જે બાબતે સ્થાનિક રેલ્વે વિભાગના અધિકારીઓને અવાર નવાર રજુઆત કરવા છતાં આ કામગીરી ગુણવતાયુકત થયેલ નથી . ( ૪ ) અમરેલી જીલ્લાના દામનગર શહેરની વસ્તિ અંદાજે ૧૫ હજાર છે અને આસપાસના ગ્રામીણ વિસ્તારની વસ્તી અંદાજીત ૩૫ હજાર થી પણ વધુ થાય છે . તેથી કોની સુખાકારી અને સુવિધા માટે મહવા – સુરત અને મહવા – બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનોને દામનગર રેલ્વે સ્ટેશન ખાતે બે મિનિટનો સ્ટોપ પ્રદાન કરવામાં આવે . ( ૫ ) અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના બબટાણા ગામે આવેલ જં .

રેલ્વે સ્ટેશનના પ્લેટફોમની ઉંચાઈ અને લંબાઈ ખુબ જ ઓછી હોવાને લીધે વધ્ધો , મહિલાઓ , બાળકો અને વિકલાંગ યાત્રીઓને ટ્રેનમાં ચડવા ઉતરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે . તો રાજલા જં . રેલ્વે સ્ટેશન પર નવા પ્લેટફોમ માટે મંજુરી આપવામાં આવે . તથા ( ૬ ) મહવા — બાંદ્રા અને મહવા – સુરત સુપરફાસ્ટ ટ્રેનનો મહવા , બબટાણા , સાવરકુંડલા , લીલીયા મોટા રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ પ્રદાન થયેલ છે , પરંતુ આ બધા રેલ્વે સ્ટેશન પર ” કોચ ઈન્ડીકેટર બોડ ” ની વ્યવસ્થા ન હોવાને કારણે યાત્રીઓને પ્લેટફોમ પર કોચ કઈ જગ્યાએ આવશે તેનો ખ્યાલ રહેતો નથી .

જેના લીધે યાત્રીઓને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે . તેથી આ તમામ સ્ટેશનો ઉપર કોચ ઈન્ડીકેટર બોડ લગાવવામાં આવે . અંતે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થતી મહવા – બાંદ્રા અને મહવા – સુરત સુપરફાસ્ટ ટ્રેનમાં યાત્રીઓ માટે ‘ ફર્સ્ટ કલાસ સ્લીપર કોચ જોડવા અને આ ટ્રેનોમાં પેન્ટી કાર અને બિસ્તરની સુવિધા પ્રદાન કરવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે કમીટીમાં રજુઆત કરેલ હોવાનું સાંસદ કોલણની આખબારી યાદીમાં જણાવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/