fbpx
અમરેલી

સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) અંતર્ગત ગોબરધન યોજનાનો અમરેલી જિલ્લામાં પ્રારંભ

ગ્રામ્ય કક્ષાએ જાહેર ગંદકી અને ઉકરડાના નિકાલ કરવા તથા ચૂલાથી થતાં ધુમાડાથી મહિલાઓને મુક્તિ મળે તે ઉપરાંત સમગ્રતયા પ્રદુષણમુક્ત સ્થિતિના સર્જન સહિતના હેતુ અર્થે ઘણી ઉપયોગી ગોબરધન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.અમરેલી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) અંતર્ગત ગોબરધન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ યોજના હસ્તક ચાલતી ગ્રામ્ય સ્વચ્છતા અને સ્વસ્થતા માટેની કામગીરી અંતર્ગત સરકાર દ્વારા ગ્રામ્ય સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ગ્રામ્યકક્ષાએ રહેતા અને પશુધન ધરાવતા લાભાર્થીઓ જેમની પાસે ઓછામાં ઓછા ૨-૩ પશુ અને ૮૦ ચો.ફુટની માલિકીની જગ્યા હોય તેવા તમામને આ યોજનાનો લાભ મળી શકે છે.

         આ યોજનામાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) દ્વારા રૂ.૪૨ હજારના મૂલ્યનો  ગોબરગેસ પ્લાન્ટ આપવામાં આવે છે. આ પ્લાન્ટ માટે લાભાર્થીએ રૂ.૫,૦૦૦નો ફાળો ડીમાન્ડ ડ્રાફટ સ્વરૂપે NDDB આપવાનો રહેશે. આ ડીમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા બાદ  NDDB દ્વારા રુ.૩૭ હજારની સબસિડી મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/