fbpx
અમરેલી

‘ભારત જોડો યાત્રા’ ના આયોજન અંગે જિલ્લા કોંગ્રેસની મીટીંગ યોજાઇ

આજરોજ ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા આગામી દિવસો માં આયોજિત ‘ભારત છોડો યાત્રા’ ના અમરેલી જિલ્લા ના રૂટ અને યાત્રા દરમ્યાન ની વ્યવસ્થા ની જવાબદારી નક્કી કરવા માટે પ્રદેશ સમિતિ દ્વારા અમરેલી જિલ્લા ના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રીઓ, જિલ્લા ના કોંગ્રેસ પક્ષના સેલ ̇ફ્રન્ટલ ના પ્રમુખશ્રી ઓ ની મિટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ અને રાજુલા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોનની ‘ભારતછોડો યાત્રા’ ના ઇન્ચાર્જ અને પ્રદેશ કોંગ્રેસ
મહામંત્રી શ્રી મહેશભાઈ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી દિવસો માં પ્રદેશ સમિતિ દ્વારા નિયત કાર્યક્રમ મુજબ સૌરાષ્ટ્ર ઝોનની ‘ભારત છોડો યાત્રા’ અમરેલી જિલ્લા માં બે દિવસ સુધી તમામ વિધાનસભા વિસ્તાર માં લોકો ને ભાજપ સરકાર દ્વારા અસહ્ય મોંઘવારી, ટેક્ષનો ભાર અને ભ્રષ્ટાચારથી અવગત કરાવશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી દ્વારા અમરેલી જિલ્લાનું ગૌરવ સમાન રાજુલા જાફરાબાદ ના યુવા અને તરવરિયા ધારાસભ્ય અને નવનિયુક્ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી અંબરીશભાઈ ડેરનું ફૂલહાર દ્વારા સમગ્ર જિલ્લા કોંગ્રેસ પરીવાર વતી સન્માન કરવામાં આવેલ હતું.

શ્રી અંબરીષભાઈ ડેર દ્વારા અમરેલી જિલ્લામાં યાત્રા નું સુચારૂ આયોજન કરવા, તાલુકા અને શહેર મથકે વધુ માં વધુ લોકો યાત્રામાં જોડાય અને સુંદર આયોજન માટે સમગ્ર કોંગ્રેસ પરિવાર ને આહવાન કર્યું હતું. શ્રી મહેશભાઈ રાજપૂત દ્વારા અમરેલી જિલ્લા માં બે દિવસ ની યાત્રા ના કાર્યક્રમની
રૂપરેખા આપી ઉપસ્થિત હોદેદારો ના સુચનો મુજબ સમગ્ર યાત્રા નો રૂટ અને સંચાલન માટે દરેક ધારાસભ્યશ્રી અને તાલુકા શહેર પ્રમુખશ્રીઓને પોતપોતાના વિસ્તારમાં યાત્રા ની સફળતા માટે આયોજન કરવા સૂચવવા માં આવેલ હતું.

આ કાર્યˇમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદિપ પંડ્યા, લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગોયાણી, બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દૂધાત, બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર, પ્રદેશ મહિલા મહામંત્રી હંસાબેન જોષી, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન સોંડાગર, ઓ.બી.સી.સેલ ના પ્રમુખ રમેશભાઇ ગોહિલ, બક્ષીપંચ મોરચા ના અનવિર આહીર, અનુ.જાતિ મોરચા પ્રમુખ હસુભાઈ બગડા, પ્રદેશ સોશિયલ મીડિયા ઉપપ્રમુખ શરદભાઈ મકવાણા સહિત જિલ્લા ના મુખ્ય હોદ્દેદારો હાજર રહેલ હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/