fbpx
અમરેલી

અમરેલી શહેર સહીત જીલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો

અમરેલી શહેર સહીત જીલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો હતો. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ, બાબરા પંથકમાં વરસાદની ધમાકેદાર બેટીંગ કર્યું હતું અને કુંકાવાવ પંથકમાં ધીમીધારે મેઘમહેર શરુ થઇ હતી. અમરેલી શહેરમાં વરસાદી અમી છાંટણા સવારથી વરસી રહ્યા હતા. ધીમીધારે મેહૂલીયો વરસતા રોડરસ્તાઓ ભીના થયા હતા. ધીમીધારે વરસાદથી અમરેલી તાલુકાનોના ગામડામાં ખેડૂતોમાં ખુશખુશાલ થઇ ગયા હતા. અમરેલી જીલ્લામાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ, બાબરા પંથકમાં પવન સાથે વરસાદની તોફાની બેટીંગ શરૂ થઈ હતી.

અને કુંકાવાવ જીલ્લામાં ધીમીધારે મેઘમહેર શરુ થઇ હતી. બપોર બાદ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં અને શહેરમાં પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જાફરાબાદ ના કડીયાળી, વઢેરા, બાબરકોટના પાટીએ, બલાણા, ઘોસપુર, સાકરીયા, હેમાળ, સહિતનાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. તો ટીબી, ભાડા, છેલણા સહિત સમગ્ર દરિયાઈ પટ્ટીમાં વરસાદ જામ્યો હતો. અમુક ગામડાઓમાં ઓછા વરસાદથી ખેડૂતો પર કંચન રૂપી સોનુ વરસ્યું હતું. કોસ્ટલ બેલ્ટના ખેડૂતોમાં ખુશહાલી છવાઈ ગઈ હતી, વરસાદથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. તો બાબરા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.

બાબરા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બાબરાના વલારડી, ચમારડી, વાવડીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ ફરી બાબરા પંથકમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થતા ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ હતી. તો બીજીબાજુ વડીયાના કુંકાવાવ પંથકમાં ધીમીધારે મેઘમહેર શરુ થઇ હતી. કુંકાવાવ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે પડતા વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. કુંકાવાવ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/