fbpx
અમરેલી

અમરેલી, ધારી ગીર પંથક, લીલીયા પંથકમાં વરસાદનું આગમન

અમરેલી, ધારી ગીર પંથક, લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ અમરેલી શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો.

અમરેલી, ધારી ગીર પંથક, લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ અમરેલી શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં બપોર બાદ ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. રાજકમલ ચોક, ચિતલ રોડ, લાઠી રોડ, નાગનાથ સર્કલ તેમજ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. તો ધારી શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થી હતી. તો લીલીયા પંથકમાં વરસાદનું આગમન થયું હતું. લીલીયાના સલડીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી સલડીની બજારો પાણી પાણી થઈ ગઈ હતી. લીલીયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. તો બીજી બાજુ ધારી ગીરના ગામડાઓ માં પણ વરસાદ શરૂ થયો હતો. ધારીના ગોપાલગ્રામમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગીરના ગામડાઓમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અમરેલીના લાલાવદર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાઓ વરસ્ય હતા. વરસાદી ઝાપટાઓથી ખેડૂતોના પાકોને જીવતદાન મળવાથી ખેડૂતોમાં ખુશહાલી પ્રવર્તી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/