fbpx
અમરેલી

કળાગુરુશ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શનમાં વિવિધ કલાકારો ભાગ લેશે

ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુશ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે આવતી ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૧૨૫થી વધુ સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન  ગૃહ અને રમતગમતયુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. આ પ્રદર્શન તા.૧ થી તા. ૪ ઓગસ્ટ – ૨૦૨૨ સુધી સાંજે ૪ થી રાત્રે ૮ કલાક દરમિયાન કલાકારકલા રસિકો અને નાગરિકો નિહાળી શકશે. મહત્વનું છે કેઆ પ્રદર્શનની પૂર્વ તૈયારીઓ અત્યારે પૂરજોશમાં  છે. સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ અને અમદાવાદના શ્રી વૃંદાવન સોલંકીપ્રમુખ અને જામનગરના ગગજી મોણપરાસેક્રેટરી અને રાજકોટના ઉમેશ ક્યાડાખજાનચી અને સુરતના ચંદ્રકાંત પ્રજાપતિ તેમજ સંવાહક કૃષ્ણ પડિયા પ્રદર્શનને સફળ બનાવવા કાર્યરત છે. 

ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનમાં વરિષ્ઠ કલાકારોથી લઈને યુવા તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આમરાજ્યભરના લગભગ તમામ  કલાકારો આ પ્રદર્શનમાં જોડાશે.

અમરેલી જિલ્લાના વડીયાના મૂળ વતની અને હાલ વડોદરા ખાતે વસવાટ કરતા કલાકારોમાં ખ્યાતનામ ગુજરાત ગૌરવ પુરસ્કૃત શિલ્પકાર કૃષ્ણ પડિયા અને અતુલ પડિયા સહિત પડિયા બંધુઓ સાથે અમરેલીના જે. પી. પડાયા તેમજ મનોજ ચુડાસમા પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજૂ કરશે.

ગુજરાત આર્ટ સોસાયટીના આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોયકોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવા ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયનો લાભ મેળવી વધુ સારી રીતે આગળ વધુ શકાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત આર્ટ સોસાયટીમાં કલાકારોની એક મોટી ટીમ જીલ્લારાજ્યદેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ સોસાયટીની સ્થાપના ૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી. આ એકજ વર્ષમાં ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ‘, આંકોલવાડી-ગીર ખાતે પ્રથમ કલા શિબિર પ્રતિનિધિ કલાકારો દ્વારા કરવામાં આવી.

શ્રી રવિશંકર રાવલે અનેક ચિત્રકારોને કામ કરતા કરી ગુજરાતની છબીને ગરિમા ભર્યું સ્થાન અપાવ્યું. તેઓ એક ચિત્રકાર ઉપરાંત સાક્ષરકલા વિવેચકપત્રકાર અને નિબંધકાર હતા. તેમણે વીસમી સદી‘ સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક કુમારની સ્થાપના કરી હતી. આ કુમાર‘ જેમને ત્યાં આવતું તેઓ પોતાની જાતને  ગૌરવ અનુભવતા. આવા કલાગુરુના જન્મોત્સવ નિમિતે ૧૨૫ થી વઘારે કલાકારો આ કલાયજ્ઞમાં પોતાની કલાકૃતિ આપી અમદાવાદના આંગણે જયારે આ પવિત્ર દિવસે એક ઈતિહાસ રચાતો હશે ત્યારે આપ સૌની હાજરી અનિવાર્ય છે આથી દરેક કલાકારકલારસિક તેમજ નાગરિકોને ગુજરાત આર્ટ સોસાયટીના સંવાહક કૃષ્ણ પડિયાએ હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/