fbpx
અમરેલી

લાઠી તાલુકામાં ટી ડી વેક્સિનેશન કેમ્પેઇન નો આરંભ

અમરેલી ની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. અલ્પેશ સાલ્વી ની સૂચના થી ડો આર.આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા માં ટી ડી વેક્સીનેશન કેમ્પેઈન નો આરંભ થયો છે. ટેિટેનસ જે ક્લોસ્ટ્રિડિયમ ટેટાની બેક્ટેરિયમના ઝેરી તાવને કારણે થાય છે અને સઘન સારવાર ઉપલબ્ધ હોવા છતાં પણ કેસ-મૃત્યુદર વધારે છે.

જ્યારે, કોરીનેબેક્ટેરિયમ ડીપથેરિયા ને કારણે થતો ડીપથેરિયા પણ વૈશ્વિક સ્તરે સૌથી ભયંકર રોગોમાંનો એક છે. આ બંને ની ઘાતક અસરો ને ટિટેનસ અને ડીપથેરીયા ની સંયોજક ટી ડી વેક્સિન રસી ની મદદ થી મોટેભાગે અટકાવી શકાય તેમ હોય ભારત સરકાર ના આરોગ્ય વિભાગ ની ગાઇડલાઈન મુજબ લાઠી તાલુકા ની તમામ શાળા માં જતાં અથવા ન જતા દસ અને સોળ વર્ષના બાળકો, કિશોર – કિશોરીઓ ને ટી ડી વેક્સિન નો ડોઝ આપવા માં આવશે.

લાઠીના ડો. હરીવદન પરમાર ના જણાવ્યા અનુસાર તાલુકા માં આવા ૨૪૪૮ લાભાર્થી બાળકો ને આ રસી આપવા નું સુંદર આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આર. બી. એસ. કે. વિભાગ ના મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર  અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. ઉપરાંત, રસીકરણ ની સાથે સાથે તમામ બાળકો ની આરોગ્ય તપાસ અને કિશોરાવસ્થા અંગે નું આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવશે. આથી વધુ માં વધુ લાભાર્થી આ કેમ્પેઇનમાં રસીકરણ નો લાભ લે તેવી અપીલ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/