fbpx
અમરેલી

દારૂના ધંધાર્થી તથા ભયજનક ઈસમ સામે પાસા મુજબ કાર્યવાહી બે ઈસમને જેલ પાછળ ધકેલતી અમરેલી પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ , હેર – ફેર , ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થી ઇસમો તથા જીવલેણ અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે ગુનો કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખવાના તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય , તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને , તે માટે પાસા – તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક પ્રવૃત્તિઓ કરતા દારૂના ધંધાર્થી ઇસમ તથા ભયજનક ઇસમ વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્તો તૈયાર કરી , પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , અમરેલીનાઓ તરફ મોકલી આપેલ .

પ્રોહી બુટલેગર ઇસમની સમાજ – વિરોધી પ્રવૃત્તિ તથા શરીર સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં , અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબનાઓએ એક સાથે બે ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતાં , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ નામ વાળા બન્ને ઇસમોને પાસા વોરંટની બજવણી કરી , તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

દારૂના ધંધાર્થીનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગત : ( ૧ ) અવધ ભરતભાઇ જીયાણી , ઉં.વ. ૨૫ , રહે.ચલાલા, , સાટોડીપરા તા.ધારી , : મધ્યસ્થ જેલ , વડોદરા જિ.અમરેલી .

ભયજનક ઇસમનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગતઃ ( ૧ ) કનુ બાબુભાઇ લાખણોત્રા , ઉં.વ .૩૦ , રહે . જુની બારપટોળી , તા.રાજુલા , જિ.અમરેલી . – પાલરા, સ્પેશ્યલ જેલ , કચ્છ- ભુજ

દારૂના ધંધાર્થી અવધ ભરતભાઇ જીયાણીનો ગુનાહિત ઇતિહાસઃ ( ૧ ) ચલાલા પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૩૨૧૦૦૩૯/૨૦૨૧ , પ્રોહી એક્ટ કલમ ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ ( બી ) , ૮૧ ( ૨ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૨૦૨૨૫ / ૨૦૨૨ , પ્રોહી . એકટ કલમ ૬૫ ( એ ) , ૬૫ ( ઇ ) , ન ભયજનક ઇસમ કનુ બાબુભાઇ લાખણોત્રાનો ગુનાહિત ઇતિહાસ ( ૧ ) રાજુલા પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૫૪ / ૨૨૦૧૭ , ઇ.પી.કો. કલમ ૩૫૩ , ૩૪૧ , ૧૮૬ , ૫૦૪ મુજબ . ( ૨ ) રાજુલા પો.સ્ટે . સે . ગુ.ર.નં .૮૮ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૩૮૪ , ૩૮૫ , ૩૮૬ , ૧૨૦ બી વિ . મુજબ . ( ૩ ) રાજુલા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૧૦૮૩૧૪૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૪ , ૪૨૭ , ૧૧૪ વિ . મુજબ . ( ૪ ) રાજુલા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૧૧૧૭૫ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ વિ . મુજબ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી પી.બી.લક્ડ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/