fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરી વિસ્તારના રસ્તાને રીપેરીંગ કરવા નગરપાલિકાના અધિકારી અને પ્રમુખને પત્ર પાઠવીને આંદોલનની ચીમકી ઉચારતા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ડોડીયા

નગરપાલિકા સાવરકુંડલા ના અધિકારી અને પ્રમુખ શ્રી ને સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા દ્વારા પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં લોકોને , સાવરકુંડલા શહેરી વિસ્તાર ના વોર્ડ નંબર ૧ થી ૯ સુધીના વિસ્તારો માંથી લોકો દ્વારા અવાર નવાર ફરિયાદો મળી રહી છે, કે દરેક વોર્ડ ના બનેલ રોડ બિસ્માર હાલતમાં છે તેઓને રીપેરીંગ કરવામાં આવતા નથી  અને હાલ અમરેલી રોડ પર જે રોડ ના મોટા ખાડાઓ પડેલ છે જેમાં મેટલીંગ કરવામાં આવેલ જે મેટલીંગ કરવાની જગ્યાએ મોટા રોડા પથ્થરો નાખવામાં આવેલ છે.

જેના કારણે આ રોડ પર ચાલતા રાહદારીઓ, અને વાહન ચાલકો હેરાન થઇ રહેલ છે , આ રોડા પથ્થર ના કારણે વાહન ચાલકો ના ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ચાલકો ચાલતા હોય જે રોડા પથ્થરાઓ ઉડતા લોકોના જીવ જોખમ માં મુકાય છે અને વાહન ચાલકોના કાચ કે અન્ય ઈજા થતી હોય છે. આ કામ સરકાર શ્રીની ગાઈડલાઈન્સ મુજબ મેટલીંગ કરવામાં આવેલ તે યોગ્ય નથી પરંતુ આ સાવરકુંડલા નો મુખ્ય માર્ગ હોય અને વાહનો તેમજ લોકોની અવરજવર વધુ હોય ,જેથી આ રોડ ને આર.સી.સી. રોડ કરવો ખુબજ જરૂરી છે ત્યારે  તંત્ર દ્વારા માત્ર મેટલીંગ કરીને સંતોષ વ્યક્ત કરે છે.

જે યોગ્ય નથી આ અંગેની ગભીરતા લેવામાં આવતી નથી જેના કારણે આમ જનતા, રાહદારીઓ, અને મુસાફરો હેરાન થઇ રહેલ છે જેથી સાવરકુંડલા શહેરી વિસ્તારના રસ્તાને રીપેરીંગ કરવા તેમજ અમરેલી રોડ જેવા મુખ્ય રોડ ને આર.સી.સી. રોડ કરવા નગરપાલિકા ના અધિકારી અને પ્રમુખ શ્રી ને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે અને અંતમાં ચીમકી પણ ઉચ્ચારેલ છે આ રસ્તાઓ ને વહેલી તકે યોગ્ય કરવામાં આવે અન્યથા  આગામી દિવસોમાં લોકો ના હિત માટે આંદોલન કરવાની ફરજ પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/