fbpx
અમરેલી

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

આગામી સમયમાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાશે. ભારતના ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય તેવા નાગરિકો મતદાન કરી શકે અને દિવ્યાંગોને મતદાન  માટે વિશેષ સુવિધાઓ મળી રહે તે માટે આગવું આયોજન ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવશે.મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. અવસર (All voters Spirited, Aware, Responsible) લોકશાહીનો થીમ હેઠળ અવસર, અનોખા ગુજરાતનો, અવસર, આપણા સૌનો, અવસર, ગુજરાત વિધાનસભા ચૂંટણીનો, અવસર, લોકશાહીનો છે.

ભારતના ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા હોય તેવા પ્રત્યેક નાગરિકોમાં ચૂંટણી અને મતદાન માટે જાગૃત્તિ આવે તે માટેચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.મતદાર તરીકે નોંધણી કરાવવા માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summaey Revision – SSR) શું છે ? ભારતીય ચૂંટણી પંચ દર વર્ષે વણ નોંધાયેલ પાત્રતા ધરાવતા નાગરિકોની નોંધણી કરવા માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે લાયકાતની તા.૧ ઓકટોબર,૨૦૨૨ ના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૨થી શરૂ થશે.

કોણ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે?

તા.૦૧.૧૦.૨૦૨૨ની સ્થિતિએ જે વ્યક્તિના ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા, ભારતના તમામ નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે.

સામાન્ય નાગરીકો કયા મતદારયાદી જોઇ શકશે? મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાન મથકો ખાતે મતદારયાદીમાં તથા BLOની મદદથી પોતાના નામની ચકાસણી કરી શકશે.

હક્ક – દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો શુ છે ?

હક્ક – દાવા અને વાંધા અરજીઓ તા.૧૨.૦૮.૨૦૨૨ થી તા.૧૧.૦૯.૨૦૨૨ સુધી રજૂ કરી શકશે.

ક્યુ નિયત ફોર્મ કોને ભરવું ?

ફોર્મ -૬ નવા મતદારોની નોંધણી માટે, ફોર્મ – ૬ક

ઓવરસીઝ ઇન્ડિયન મતદાતાઓ માટે, ફોર્મ – ૬ખ

મતદારયાદીમાં નોંધાયેલ પ્રવર્તમાન મતદારો પોતાના આધાર નંબરની વિગતો મતદાર યાદીમાં દાખલ કે લિંક કરવા માટે, ફોર્મ -૭

મતદારયાદીમાં નોંધાયેલ વ્યકિતના મરણના કિસ્સામાં નામ કમી કરવા માટે, ફોર્મ-૮

આ ફોર્મ જુદાં-જુદાં હેતુ

માટે નિયત કરવામાં આવ્યા છે.

૧) મતદારયાદીમાં પોતાના નામની વિગતો સુધારાઓ માટે

૨) સ્થળાંતરના કિસ્સાઓમાં સરનામુ બદલવા માટે

૩) સુધારા વિના ચૂંટણી કાર્ડ મેળવવા માટે

૪) દિવ્યાંગ મતદારોના માર્કિંગ માટે આ સહિત નિયત ફોર્મ ભરવાના રહેશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા  રજાઓના દિવસો દરમિયાન

ખાસ ઝુંબેશ યોજવામાં આવશે.

આગામી તા.૨૧ ઓગસ્ટ-૨૦૨૨ (૨વિવાર) તા.૨૮ ઓગસ્ટ-૨૦૨૨ (રવિવાર), તા.૦૪ સપ્ટેમ્બર – ૨૦૨૨ (રવિવાર)

અને તા.૧૧ સપ્ટેમ્બર -૨૦૨૨ (રવિવાર) દરમિયાન ખાસ ઝુંબેશ યોજાશે.

એપ્લીકેશન તથા પોર્ટલ (વેબસાઇટ) પર પણ

ઓનલાઈન મતદાર નોંધણી તથા અન્ય સેવાઓ ઉપલબ્ધ છે. આ વેબ સાઈટ અને એપ્લિકેશન માટે

(૧) www.nvsp.in (૨) www voterportal.ec.gov.in

(૩) Voter helpline application છે.

દિવ્યાંગ મતદારો માટે એપ્લીકેશન  છે. PWD એપ મારફત દિવ્યાંગજનોને સુવિધાઓ મળી શકે છે.  (૧) દિવ્યાંગ તરીકે મતદારયાદીમાં નોંધણી કરાવી શકશે. (૨) દિવ્યાંગ તરીકે મતદારયાદીમાં સુધારા તથા કમી કરવાની સેવા ઉપલબ્ધ છે.

(૩) મતદાન કરવા જવા સમયે વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે દિવ્યાંગજનો વિનંતી કરી શકશે.

મતદારયાદીની વધુ જાણકારી માટે કોનો સંપર્ક કરવો?

(૧) સ્થાનિક કક્ષાએ બુથ લેવલ અધિકારી, (૨) તાલુકા કક્ષાએ મદદનીશ મતદાર નોંધણી અધિકારી, (૩) વિધાનસભા મતવિભાગ કક્ષાએ મતદાર નોંધણી અધિકારી, (૪) જિલ્લાના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર સંપર્ક કરી મતદાર યાદી સંબંધિત વિગતો મેળવી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/