fbpx
અમરેલી

પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થતા ધોરાજીમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ભાવપૂર્વક ઉજવણી કરાઈ

જૈન ધર્મના પવિત્ર પર્વ પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. પર્યુષણ જૈન શાસનનું મહાન પર્વ છે. કેટલાક પર્વો રાષ્ટ્રીય ચેતના જગાડવા આવે છે. કેટલાક પર્વો સામાજિક ચેતના જાગૃત કરે છે. પરંતુ પર્યુષણ આત્શુમદ્ધિનું પર્વ છે. પરી એટલે ચારે બાજુથી અને ઉષ્ણ એટલે રહેવું ચારે તરફથી આત્મામાં રહેવું તે જ પર્યુષણ છે. આ પર્વ દરમિયાન તીર્થંકરોની વાણીનું શ્રવણ કરવાનું હોય છે. આ પર્વમાં મોટી સંખ્યામાં જૈન દેહ પરનું મમત્વ ઉતારવા માટે આહારનો ત્યાગ કરે છે. ઉકાળેલું પાણી પીને અને ઉપવાસ કરે છે. મોટી ઉંમરના જ નહીં પરંતુ નાના બાળકો પણ ઉપવાસની સાધના કરે છે.

ત્યારે આ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થતા પર્યુષણ પર્વની ધોરાજીમાં જૈન સમાજ દ્વારા ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પર્યુષણ પર્વ નિમિત્તે ધોરાજીના સોની બજારમાં આવેલા જૈન દેરાસર તેમજ પ્લોટના દેરાસર ખાતે શ્રાવક શ્રાવીકાઓ પહોંચ્યા હતા તેમજ ભગવાન મહાવીર સ્વામિની સેવા પૂજા કરી હતી આ ઉપરાંત ધોરાજી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સ્વામીજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પર્યુષણ એટલે કે આખા વર્ષ દરમિયાન જે પણ પાપ કરેલા છે તેના પશ્ચાતાપ કરવાનો સમય છે. શ્રદ્ધાળુઓ અઠ્ઠાઈ અને પ્રતિક્રમણકરીને આત્મશુદ્ધિ કરતા હોય છે. આત્મશુદ્ધિ કરવાના હેતુથી આ પ્રવચન આયોજિત થાય છે. પ્રવચનના ૮ દિવસ રોજ પ્રવચન આપવામાં આવે છે. અને લોકોના આત્માનું કલ્યાણ થાય તે જ અમારો હેતુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/