fbpx
અમરેલી

જીવરાજ મહેતા ચોક થી પાણી દરવાજા સુધીનાં રોડને નવો બનાવવા માટે સરકાર દ્વારા રૂ।.૩૮.૦૦ લાખની મંજૂરી

અમરેલીનાં શહેરીજનોની સુખાકારી અર્થે ભા.જ.પ. શાસિત અમરેલી નગરપાલિકાનાં સત્તાધિશોએ ભારે જહેમત ઉઠાવેલ છે . શહેરનાં તમામ રોડ સી.સી. તેમજ પેવર બ્લોકથી મઢાઈ જાય તે દિશામાં કમરકસી રહેલ છે , ત્યારે અમરેલી શહેરનાં હાર્દસમા ડો . જીવરાજ મહેતા ચોક થી પાણી દરવાજા સુધીનાં રોડને નવો બનાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ।.૩૮.૦૦ લાખની મંજૂરી આપી દેવામાં આવેલ હોવા છતાં પણ કોંગ્રેસનાં નિવેદનબાજે પોતાની અજ્ઞાનતા પ્રદર્શિત કરેલ હતી .

અમરેલી શહેરનાં હાર્દસમા ડો . જીવરાજ મહેતા ચોક થી ટાવર અને ટાવર થી પાણી દરવાજા ( સ્વામિનારાયણ મંદિર ) સુધીનાં મુખ્ય રોડની હાલત ખરાબ થતાં નગરપાલિકાની ભા.જ.પ.ની ટીમે રોડ નવો બનાવવા સરકારમાં રજુઆત કરવામાં આવેલ હતી . જે રજુઆતનાં પગલે સરકારે સૈધ્ધાંતિક મંજૂરી બાદ , વહીવટી અને તાંત્રિક મંજૂરી પણ આપી દિધેલ હતી . આ રોડ સી.સી. ટ્રીમીક્સથી નવો બનાવવા માટે સરકારે રૂા .૩૮,૧૪,૪૦૦ | – ની તાંત્રિક મંજૂરી આપી દિધેલ છે , ત્યારે કોંગ્રેસનાં જવાબદાર નિવેદનબાજ આ વાતથી અજાણ હોય તેમ નિવેદન આપી આ રોડ બનાવવા અંગેની પોતાની અજ્ઞાનતાની પ્રસિધ્ધી કરતાં હાસ્યાસ્પદ માહોલ સર્જાયેલ હતો .

શહેરીજનોની સુખાકારી અર્થે આ રોડને વહેલીતકે નવો બનાવવા નગરપાલિકાનાં સત્તાધિશોએ ભારે જહેમત ઉઠાવેલ હતી , જેની મહેનતરૂપે સરકારે રૂા .૩૮.૦૦ લાખનાં ખર્ચે નવો રોડ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવતાં નગરપાલિકા દ્વારા હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને ટુંક સમયમાં એજન્સીને કામ સોંપી નવો રોડ બનાવવા કાર્યવાહી હાથ ધરાશે તેમ પ્રમુખ શ્રીમતી મનિષાબેન રામાણી , ઉપપ્રમુખ શ્રીમતી રમાબેન મહેતા , કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવાએ જણાવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/