fbpx
અમરેલી

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે જિલ્લાકક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઈ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ અન્વયે જિલ્લાકક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. આ કામગીરી બાબતે ફરજ સોંપવામાં આવી હોય તે જુદી-જુદી કચેરીઓ દ્વારા કરવામાં આવેલા દંડનાત્મક કાર્યવાહી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ માટે જનજાગૃત્તિ અભિયાન હાથ ધરી વિશેષ પ્રવૃત્તિઓ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત આ કામગીરી માટે જુદી-જુદી કચેરીઓને સોંપવામાં આવેલી કામગીરી વધુ સારી રીતે થાય તે માટે સઘન પ્રયાસો કરવા પણ જણાવવામાં આવ્યું હતું. 

મહત્વનું છે કે, જિલ્લામાં એપ્રિલ-૨૦૨૨થી લઈને જુલાઈ-૨૦૨૨ સુધીમાં કુલ ૩૬૫ કેસ થયા છે અને આ માટે આશરે રુ.૨૯ હજારનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. “જિંદગી પસંદ કરો, નહીં કે, તમાકુ” વિચાર અંતર્ગત જનજાગૃત્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવે તે આવશ્યક છે. જિલ્લામાં તમાકુ નિયંત્રણને લઈ શાળાઓમાં અને કોલેજોમાં ઉપરાંત સમગ્ર જિલ્લામાં વ્યસનમુક્તિ માટે વિશેષ કાર્યક્રમો કરવામાં આવે તેવી સૂચના  પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આપી હતી. બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/