fbpx
અમરેલી

રાજય સેવાના કલેરીકલ કેડરના કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી

સરકારી સેવાના વર્ગ–૩ ના કારકુન સહીતના કર્મચારીઓની માંગણીઓ ઘણા લાંબા સમયથી પડતર રહેલ હોય, તે અંગે સમક્ષ તેઓ તરફથી રજુઆત કરવામાં આવેલ છે. કર્મચારીઓએ કરેલ રજુઆત મુજબ જુ. કારકુનની એક જ સીધી ભરતીમાં એક જ શૈક્ષણિક લાયકાત એક જ પરીક્ષા એક જ કોમન મેરીટ, એક જ સેવા તાલીમ અને પરીક્ષા આધારે સીધી ભરતીથી નિમણુક પામતા જુ. ક્લાર્કને છઠ્ઠા પગાર પંચ મુજબ રૂા. ૧૯૦૦/– ના ગ્રેડ પે સહિત સમાન પગાર મળે છે, પરંતુ સચિવાલય/મહેસુલ વિભાગના જુ.ક્લાર્કને પ્રથમ બઢતી/ઉચ્ચતર પગાર ધોરણમાં રૂા. ૪૪૦૦/– ગ્રેડ પે મળે છે.

તેઓને દ્વિતિય બઢતી મામલતદાર વર્ગ–ર ના
સંવગ૬/ગ્:ત્સ માં અને રૂા. ૪૬૦૦/– ના ગ્રેડ પે મળે છે, જયારે સરકારના અન્ય તમામ વિભાગના જુનીયર ક્લાર્કને પ્રથમ બઢતી/ઉચ્ચતર રૂા. ર૪૦૦/– ગ્રેડ પે મળે છે. આમ સચિવાલય/મહેસુલ વિભાગ સિવાયના તમામ અન્ય સરકારના તમામ વિભાગના વર્ગ –૩ ના કારકુન સહીતના કર્મચારીઓને અન્યાય થઈ રહેલ છે. જેથી તમામ અન્ય ગુજરાત સરકારના તમામ વિભાગના જુ.ક્લાર્ક સહીતને પણ પ્રથમ બઢતી/ઉચ્ચતરમાં રૂા. ૪૪૦૦/– ગ્રેડ પે આપવા માંગણી કરેલ છે. જેથી સાથે અમે સહમત હોય સત્વરે ઉચ્ચતર/બઢતીમાં સમાનતાનો લાભ આપવાની રજુઆત ધારાસભ્યશ્રી ધાનાણીએ કરી છે.

ગુજરાત સરકારના બિન સચિવાલય તથા સચિવાલયના જુ. ક્લાર્કની ભરતીમાં સમાન લાયકાત તથા સમાન પગાર ધોરણમાં નિમણુંક મળ્યા હોવા છતા, મહેસુલ/સચિવાલય તથા સરકારના તમામ વિભાગના જુ.ક્લાર્ક સહીતના કર્મચારીઓને મળવાપાત્ર પ્રથમ ઉચ્ચતર/બઢતીના ગ્રેડ પે માં ઘણો મોટો તફાવત છે જેનું ત્વરીત નિરાકરણ કરવાની ધારદાર રજુઆત અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/