fbpx
અમરેલી

સાવરકુંડલા એપીએમસી દ્વારા ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા મુકામે સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી) દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગમં-ડેરી મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપ ભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેનશ્રી બિપિનભાઈ પટેલનો સન્માન સમારંભ, સહકારી મંડળીઓને લેપટોપનું વિતરણ, અકસ્માત વીમાની સહાયતાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

   ખેડૂતો, સહકારી મંડળીઓ અને સાવરકુંડલાના નાગરિકોને  સંબોધતા કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાઓની વિગતે ચર્ચા કરી હતી. કિસાન સન્માન નિધિ મારફતે મળતી વાર્ષિક રુ.૬,૦૦૦ની સહાયતાને ટાંકતા  કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા મળતી આ સહાયતા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશના કુલ ૧૦ કરોડ ખેડૂતોનાં ખાતામાં બેંક મારફતે  રુ.૨ લાખ કરોડ સીધા જ જમા કરાવવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણની કેન્દ્ર સરકારે દેશમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વિચાર અને તે દિશામાં નક્કર કાર્ય કર્યુ છે. આજે દેશના તમામ ખેડૂતોને કેન્દ્રની અને રાજ્ય સરકારની સહાયતાના કારણે કૃષિલોનમાં વ્યાજમાંથી રાહત મળી છે અને ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળી રહ્યુ છે. નર્મદાના નીરને કચ્છ સુધી પહોંચાડવાથી લઈને વિશ્વમાં ભારતને પાંચમી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યુ છે.

    કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ ઉમેર્યુ કે, ટેકાના ભાવે ખરીદીના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરી રહી છે. ફક્ત સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ આ વર્ષે રુ.૪૦ કરોડની માતબર રકમના ચણાની ટેકાના ભાવે ખરીદી કરી છે. જ્યારે અમરેલી જિલ્લાનો કુલ આંક રુ.૨૫૦ કરોડ જેટલો છે. હવે, ખેડૂતોની જેમ પશુપાલકો અને માછીમારોને પણ નવી કેસીસી અંતર્ગત ઝીરો ટકા વ્યાજે લોન મળી રહી છે, એમ કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ હતું.

   આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજકોમાસોલ-ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય અને કેન્દ્રની સરકાર ખેડૂતોના હિતલક્ષી અનેક નિર્ણયો કરી રહી છે. દેશમાં પહેલીવાર નેનો યૂરિયાનું સંશોધન અને તેનો ઉપયોગ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયો છે, જેનાથી સરકાર અને ખેડૂતોને આર્થિક લાભ થશે. ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપવાની શરુઆત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા કરવામાં આવી હતી તેનો વિશેષ ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

     સાવરકુંડલા એપીએમસી દ્વારા યાર્ડ સાથે સંકળાયેલી ૫૦ મંડળીઓને કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોના હસ્તે લેપટોપ અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા અને જિલ્લાના સહકારી સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/