fbpx
અમરેલી

૮૦૫ કેન્દ્રો પર જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૧,૨૯,૬૨૧ બાળકોને પોલીયો પીવડાવવામાં આવશે

રાષ્ટ્રીય પોલીયો નિર્મુલન અભિયાન અંતર્ગત તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં પલ્સ પોલીયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ૦ થી ૫ વર્ષના કુલ ૧,૨૯,૬૨૧ બાળકોને પોલીયો પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના ૨ોજ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૮૦૫ કેન્દ્રો પર પોલીયો રસીકરણ કામગીરી કરવામાં આવશે.

તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ અને તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ઘરે-ઘરે જઈને તમામ બાળકોને પોલીયો વિરોધી રસીથી રક્ષિત કરવામાં આવશે. દુર્ગમ વિસ્તારોના બાળકો માટે ખાસ ૭૭ મોબાઈલ ટીમ તથા ૫૦ ટ્રાન્ઝીસ્ટ ટીમ તૈનાત કરવામાં આવી છે.  અમરેલી જિલ્લાના તમામ ૦ થી ૫ વર્ષના બાળકોના વાલીઓ આ રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં જોડાઈ અને તેમનાં બાળકોને પોલીયો સામે રક્ષિત કરવામાં આવે તેમ અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ પટેલે અપીલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/